• Home
  • National
  • NIA files supplementary charge sheet against Yasin Malik, court remanded to judicial custody till October 23

ટેરર ફન્ડિંગ / NIAએ યાસિન માલિકની વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી, કોર્ટે 23 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

NIA files supplementary charge sheet against Yasin Malik, court remanded to judicial custody till October 23

  • યસિન મલિક પર 2017માં ટેરર ફન્ડિંગને લઈને કેસ નોંધાયો હતો, NIAને અલગાવવાદિની વિરુદ્ધ નવા સબૂૂતો પણ મળ્યા
  • મલિક સહિતના અલગાવવાદી નેતાઓએ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે સીમા પારથી પૈસા લીધા હતા

Divyabhaskar.com

Oct 04, 2019, 06:53 PM IST

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ટેરર ફન્ડિંગ કેસના આરોપી અલગાવવાદી નેતા યાસિન મલિકને શુક્રવારે કોર્ટે 23 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ મલિકને વિશેષ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની વિરુદ્ધ એનઆઈએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ પણ દાખલ કરી છે.

ચાર્જશીટમાં મલિકની સાથે શ્બ્બીર શાહ, અશિયા અબરાબી, મસરત આલમ સહિત બીજા અલગાવાદી નેતાઓના નામ પણ સામેલ છે. મલિક સહિત આ તમામ લોકો 2017ના જમ્મુ-કાશ્મીર ટેરર ફન્ડિંગ મામલામાં આરોપી છે. એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું કે ઓરોપીઓની વિરુદ્ધ તપાસના ઘણા સબૂત મળ્યા છે. તેમાં સોશિયલ મીડિયા પોસ્ટ, કોલ રોકોર્ડ, મૈખિક અને દસ્તાવેજોના પ્રમાણ સામેલ છે. નવા સબૂતોથી ચાર્જશીટમાં સામેલ તમામ આરોપીઓનો સીમા પાર બેઠેલા આતંકી હાફિઝ સઈદ અને સૈયદ સલાહઉદ્દીન સાથેના સબંધોનો ખુલાસો થયો છે.

જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદનું નામ પણ ચાર્જશીટમાં સામેલ

આ કેસમાં 2008માં મુંબઈના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ, જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદની સાથે તમામ અલગાવવાદી નેતાઓ પર કેસ કરવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં પૂર્વ વિધાયક શેખ અબ્દુલ રશીદનું નામ પણ સામેલ છે. કેસ મુજબ, સીમા પારથી કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે મલિક સહિતના અલગાવવાદી નેતાઓએ પૈસા લીધા હતા. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓએ કેટલાક બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. હવાલથી પણ મોટી રકમ મોકલવામાં આવી હતી.

X
NIA files supplementary charge sheet against Yasin Malik, court remanded to judicial custody till October 23

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી