શેરબજાર / સેન્સેક્સ 395 અંકના ઘટાડા સાથે 39,513 પર, નિફ્ટી 136 અંક ઘટીને 11,811 પર બંધ

Sensex, up by 124 points, reached Rs 40,000; Nifty up 35 points;

  •  યસ બેન્કનો શેર 8%થી વધુ ઘટ્યો, એનટીપીસીનો શેર 5% વધુ ઘટ્યો
  •  સેન્સેક્સના 30માંથી 24 શેર નુકસાનમાં રહ્યાં, નિફ્ટીના 50માંથી 44 શેર નુકસાનમાં

Divyabhaskar.com

Jul 05, 2019, 05:32 PM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 394.67 અંકના ઘટાડા સાથે 39,515.39 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 40,032.41ના ઉચ્ચ અને 39,441.38ના નીચેના સ્તરે પહોંચ્યો હતો. જયારે નિફ્ટીમાં પણ 135.60 અંકનો ઘટાડો આવ્યો અને તે 11,811.15 પર બંધ થયો હતો.

બજેટ રજૂ થતા પહેલા સેન્સેક્સ 124.35 અંક વધીને 40 હજારની પાર પહોંચી ગયો છે. કારોબાર દરમિયાન તે અત્યાર સુધીમાં 40,032.41ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જયારે નિફ્ટીમાં પણ 35 અંકનો વધારો થયો હતો. નિફ્ટી કારોબાર દરમિયાન 11,981.75ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

યસ બેન્કના શેર 5%થી વધુ ઘટ્યા

કારોબાર દરમિયાન સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 42 શેર નુકસાનમાં રહ્યાં. સેન્સેક્સમાં યસ બેન્કનો શેર 5.14 ટકા ઘટ્યો. આ સિવાય ઓએનજીસી, ટીસીએસ, એનટીપીસી અને વેદાંતા લિમિટેડના શેરમાં પણ 3 ટકાનો ઘટાડો આવ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર સૌથી વધુ 1.45 ટકા સુધી વધ્યો. ભારતી એરટેલ, હિંદુસ્તાન યુનીલિવર, એસબીઆઈ અને કોટક બેન્કના શેર 1 ટકા સુધી વધ્યા.

વિદેશી રોકાણકારોએ 29 કરોડની ઈક્વિટી વેચી

ગુરૂવાર સુધીના ડેટાના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારોએ 28.95 કરોડ રૂપિયાની ઈક્વિટી વેચી. જયારે ઘરેલું રોકાણકારોએ 58.59 કરોડના શેર ખરીદ્યા. જયારે શુક્રવારે અમેરિકીન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો 16 પૈસા નબળો પડીને 68.66 રૂપિયા પ્રતિ ડોલરે ખુલ્યો હતો.

X
Sensex, up by 124 points, reached Rs 40,000; Nifty up 35 points;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી