શેરબજાર / સેન્સેક્સ 623 અંકના વધારા સાથે 39,435 પર બંધ, નિફ્ટીમાં 187 પોઈન્ટનો ઉછાળો

Sensex up 590 points, Nifty up 178 pts; banking-auto stocks up 3.5 pc;

  • આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 3.5%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3 ટકા તેજી
  • લાર્સન એન્ડ ટુબ્રો અને ભારતી એરટેલના શેરમાં 3.5 ટકા ઉછાળો  

Divyabhaskar.com

May 24, 2019, 04:04 PM IST

મુંબઈઃ સેન્સેક્સ 623 અંકના વધારા સાથે 39,435 પર અને નિફ્ટી 187 અંક ઉપર 11,844 પર બંધ થયો હતો. સેન્સેક્સ 265 અંકના વધારા સાથે 39,076.26 પર ખુલ્યો. કારોબાર દરમિયાન 665.58 અંકના ઉછાળા સાથે 39,476.97 સુધી પહોંચ્યો. નિફ્ટીએ 91 અંક ઉપર 11,748 પર શરૂઆત કરી હતી. ઈન્ટ્રા-ડેમાં તે 202 અંકના વધારા સાથે તે 11,859ના ઉચ્ચ સ્તરે પર પહોંચ્યો હતો. બેન્કિંગ અને ઓટો સેકટરના શેરમાં સારી ખરીદી થઈ રહી છે.

બજાજ ફાઈનાન્સમાં 1.5 ટકા વધારો

સેન્સેક્સના 30માંથી 23 અને નિફ્ટીના 50માંથી 23 શેરમાં વધારો નોંધાયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 3.5 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3 ટકા અને એસબીઆઈમાં 2 ટકા ઉછાળો આવ્યો. લાર્સન એન્ડ ટુબ્રો અને ભારતીય એરટેલમાં 3.5 ટકા અને બજાજ ફાઈનાન્સમાં 1.5 ટકા તેજી આવી. બીજી તરફ ઓએનજીસીમાં 2.5 ટકા અને બજાજ ઓટોમાં 1.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

એનડીએની જીતથી બજારમાં ખરીદીઃ એનાલિસ્ટ

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એનડીએની સરકારને ફરીથી સતા મળવાથી સુધારાની પ્રક્રિયા ચાલુ રહેવાની શકયતા છે, આ કારણે રોકાણકારો ખરીદી કરી રહ્યાં છે.

X
Sensex up 590 points, Nifty up 178 pts; banking-auto stocks up 3.5 pc;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી