• Home
  • Business
  • Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide

શેરબજાર / સેન્સેક્સ 1709 અંક ઘટ્યો, નિફ્ટી 8469 પર બંધ; કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટ્યા

Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide
Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide
Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide

  • બુધવારે બજાર બંધ થયા બાદ સેન્સેક્સમાં 5.59 ટકા અને નિફ્ટીમાં 4.75 ટકા ઘટાડો રહ્યો
  • મંગળવારે ડાઉ જોન્સ 1048 અંક વધી 21379.30 પર બંધ થયો

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 05:20 PM IST

મુંબઈઃ બુધવારે પણ શેરબજારમાં ભારે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1709 અંક ઘટીને 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 29 હજારના સ્તરને તોડીને 28,869 પર બંધ થયો હતો. જોકે સેન્સેક્સ 395.19 અંક અને નિફ્ટી 153.30 અંક વધી ખુલ્યો હતો, જોકે માર્કેટ ખુલ્યાની 15 મિનિટ બાદ તે ઘટવાનો શરૂ થયો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ 1709 અંક ઘટીને 28869 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 425.55 અંક ઘટીને 8541.50 પર બંધ થયો હતો.

બજારમાં ઘટાડાના 4 કારણો

  • દેશમાં કોરોનાવાઈરસના કેસ વધવાને કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે. કોરોનાવાઈરસના કારણે વિશ્વભરમાં આર્થિક મંદીની શકયતા વધી ગઈ છે.
  • એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ મામલામાં સરકાર અને ટેલિકોમ કંપનીઓની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના કડક વલણના પગલે બજારમાં ભારે ઘટાડો આવ્યો છે. કોર્ટે કહ્યું કે ટેલિકોમ કંપનીઓને વ્યાજ-પેનલ્ટીનું સંપૂર્ણ ચૂકવણી કરવી પડશે. તેનાથી ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીઓ વધશે. કોઈ કંપની દેવાળિયા થઈ તો બેન્કોની એનપીએ પણ વધશે. કોર્ટના આદેશ બાદ વોડાફોન-આઈડિયાના શેર 35 ટકા સુધી ઘટ્યા હતા.
  • વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત પૈસા ઉપાડી રહ્યાં છે. એફઆઈઆઈ આ મહીને 38,188 કરોડ રૂપિયાની વેલ્યુના શેર વેચી ચુકયા છે.
  • વિદેશી બજાર પણ શરૂઆતી ઘટાડો ગુમાવીને નુકસાનમાં આવ્યું છે. જાપાનના બજારમાં 1.4 ટકા અને ઓસ્ટ્રેલિયાના બજારમાં 6.4 ટકા ઘટાડો આવ્યો છે. યુરોપીય બજાર 4.5 ટકા સુધી ઘટ્યું.

બીએસઈ પર 78 ટકા કંપનીઓના શેર ઘટ્યા(18 માર્ચનું અપડેટ)

  • બીએસઈની માર્કેટ કેપ 113 લાખ કરોડ રૂપિયા રહી
  • 2,532 કંપનીઓમાં ટ્રેડિંગ થયું. જેમાં 389 કંપનીઓના શેરમાં વધારો અને 1,992 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
  • 13 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચ સ્તર અને 834 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તર પર રહ્યાં
  • 76 કંપનીઓના શેરમાં અપર સર્કિટ અને 454 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ લાગી

ટ્વિટર પર #bandkarobazaarટ્રેન્ડિંગમાં

હાલ જ્યારે વિવિધ કોર્પોરેટ કંપનીઓ, સરકારી ઓફિસો અને સ્કુલોમાં કોરોનાવાઈરસના કહેરના પગલે રજાઓ છે ત્યારે ટ્વિટર પર આજે બંધ કરો બજાર ટ્રેન્ડિંગમાં છે. લોકો આ અંગે ટ્વિટર પર સતત ટ્વિટ કરી રહ્યાં છે.

X
Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide
Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide
Sensex up 395 points, Nifty gains 153 points on rise in markets worldwide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી