શેરબજાર / સેન્સેક્સ 130 અંકના વધારા સાથે 39816 પર, નિફ્ટી 11,910 પર બંધ

Sensex up 130 points to close at 39816, Nifty closing at 11,910 on 45 points

  • ઓએનજીસીના શેરમાં 3 ટકા, એચડીએફસીમાં 1.5 ટકા વધારો
  • યસ બેન્કનો શેર 8% ઘટ્યો, ટાટા મોટર્સમાં 2.7 ટકા ઘટાડો   

Divyabhaskar.com

Jul 02, 2019, 06:31 PM IST

મુંબઈઃ શેરબજારમાં સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ ફાયદામાં કારોબાર ખત્મ થયો હતો. સેન્સેક્સ 129.98 અંકના વધારા સાથે 39,816.48 પર બંધ થયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 44.70 પોઈન્ટ પર 11,910.30 પર થયું હતું.

એનએસઈ પર આઈટી ઈન્ડેક્સમાં 1 ટકા વધારો

સેન્સેક્સના 30માંથી 19 અને નિફ્ટીના 50માંથી 31 શેર વધારા સાથે બંધ થયા હતા. ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને ફાઈનાન્શિયલ સેકટરના શેરમાં સારી ખરીદી થઈ હતી. એનએસઈ પર 11માંથી 5 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં હતા. આઈટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.04 ટકા તેજી આવી. બીજી તરફ રિઅલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 1.59 ટકા નુકસાનમાં રહ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

નિફ્ટીમાં યીપીએલ 3.75 ટકા, ઓએનજીસી 2.98 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 2.83 ટકા, આઈઓસી 2.01 ટકા અને આયશર મોટર્સ 1.86 ટકાના વધારા સાથે બંધ રહ્યાં હતા.

નિફ્ટીના ટોપ-5 લુઝર

નિફ્ટીમાં યસ બેન્ક 8.29 ટકા, ટાટા મોટર્સ 2.68 ટકા, સન ફાર્મા 2.63 ટકા, ડો. રેડ્ડી 1.01 ટકા અને એક્સિસ બેન્ક 0.97 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

X
Sensex up 130 points to close at 39816, Nifty closing at 11,910 on 45 points
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી