શેર બજાર / સેન્સેક્સમાં 124 અને નિફ્ટીમાં 38 અંકનો વધારો, પરંતુ ઈન્ડિગોનો શેર 19% ગગડ્યો

Sensex up 124 and Nifty rises by 38 points, but Indigo shares plummet by 19%

  • પ્રમોટરોના વિવાદના કારણે ઈન્ડિગોના શેરવેચાણમાં વધારો 
  •  યસ બેન્ક અને જી એન્ટરટેનમેન્ટના શેરોમાં 2-2% વધારો 

Divyabhaskar.com

Jul 10, 2019, 11:27 AM IST

મુંબઈઃ શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સ 124 અંકના વધારા સાથે 38,854.85ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીમાં 38 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જે 11,593.70એ પહોંચ્યો છે. વેપાર દરમિયાન સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીમાં 50માંથી 30 શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

પ્રમોટરોના વિવાદ અંગે સેબીએ ઈન્ડિગો પાસે જવાબ માગ્યો

  • ઈન્ટરગ્લોબ એવિએશન(ઈન્ડિગો)ના શેરમાં 19%નો ઘટાડો નોંધાયો છે. જો કે, નીચલા સ્તરથી અંદાજે 7%ની રિકવરી થઈ ગઈ છે. એરલાઈનના પ્રમોટરોનો વિવાદ સામે આવ્યા બાદ શેર વેચાણમાં વધારો થયો હતો. પ્રમોટર રાકેશ ગંગવાલે રાહુલ ભાટિયા પર ગોટાળાઓનો આરોપ લગાવતા સેબીને ફરિયાદ કરી છે. સેબીએ ઈન્ડિગો બોર્ડ પાસે જવાબ માગ્યો છે. એરલાઈને મંગળવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ અંગેની જાણકારી આપી હતી.
  • TCSના શેરમાં 2% ઘટાડોઃ યસ બેન્ક અને જી એન્ટરટેનમેન્ટના શેરમાં 2-2% વધારો જોવા મળ્યો છે. મારુતિ, એચસીએલ ટેક, ટેક મહેન્દ્ર અને ઈન્ફોસિસના શેરમાં 0.5થી 0.8%નો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ TCS અને ટાટા મોટર્સમાં અંદાજે 2-2 અંદાજે બજાજ ફાઈનાન્સમાં 1%નો ઘટાડો નોંધાયો હતો.
X
Sensex up 124 and Nifty rises by 38 points, but Indigo shares plummet by 19%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી