શેરબજાર / સેન્સેક્સ 248 અંકના વધારા સાથે 39,680ની સપાટી વટાવી, નિફ્ટી 11,920ની પાર

Sensex rises 387 points, Nifty rises 113 points to 11950

  • ટાટા સ્ટીલના શેરમાં 6%, યસ બેન્કમાં 4% ઉછાળો
  • મનપસંદ બ્રેવરેજના એમડીની સીજીએટી કમિશ્નરેટે ધરપકડ કરી, કંપનીનો શેર 20% ઘટ્યો  

Divyabhaskar.com

May 27, 2019, 05:19 PM IST

મુંબઈઃ શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ફાયદામાં રહ્યું છે. સેન્સેક્સ 248.57 અંકના વધારા સાથે 39,683 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન 387 અંકની તેજીની સાથે 39,821.94 સુધી પહોંચ્યું હતું. નિફ્ટીનું ક્લોઝિંગ 80.65 અંક પર 11,924 પર થયું. ઈન્ટ્રા-ડેમાં તે 113 અંકની તેજીની સાથે 11,957ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

એનએસઈ પર રિઅલિટી ઈન્ડેક્સમાં 2.18 ટકા વધારો

સેન્સેક્સના 30માંથી 18 અને નિફ્ટીના 50માંથી 31 શેર વધારા સાથે બંધ થયા હતા. ટાટા સ્ટીલનો શેર 6 ટકા અને યસ બેન્ક 4 ટકા ફાયદામાં રહ્યો. એનએસઈના 11માંથી 8 સેક્ટર ઈન્ડેક્સ તેજીમાં રહ્યાં. રિઅલિટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.18 ટકા ઉછાળો આવ્યો.

સ્થિર સરકાર આવવાથી બજારમાં ખરીદીઃ વિશ્લેષક

એનાલિસ્ટોનું કહેવું છે કે અગામી એક-બે ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થાના સારી રહેવાના અનુમાનને પગલે બજારમાં તેજીનો સિલસિલો ચાલું છે. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળવાને પગલે રિફોર્મની પ્રક્રિયા ચાલુ રહેવાની અપેક્ષાને કારણે રોકાણકારો પૈસા લગાવી રહ્યાં છે.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ટાટા સ્ટીલ 5.80%
યસ બેન્ક 3.93%
આઈઓસી 3.38%
એનટીપીસી 3.37%
લાર્સન એન્ડ ટૂબ્રો 3.20%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
ઝી એન્ટરટેન્ટમેન્ટ 4.47%
ઈન્ડસઈન્ડ બેન્ક 2%
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.77%
ભારતી એરટેલ 1.19%
ટેક મહિન્દ્રા 1.19%

મનપસંદ બ્રેવરેજના શેરમાં લોઅર સર્કિટ લાગી

બીએસઈ અને એનએસઈ પર શેર 20 ટકા તૂટી લોઅર સર્કિટ પર પહોંચી ગયો. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે કંપનીના એમડી અભિષેક સિંહ, ભાઈ હર્ષવર્ધન સિંહ અને કંપનીના સીએફઓ પરેશ ઠક્કરની સીજીએસટી કમિશ્નરેટે ધરપકડ કરી છે.

રૂપિયો 19 પૈસા મજબૂત

ડોલરની સરખામણીમાં રૂપિયો 19 પૈસાના વધારાની સાથે 69.34 પર પહોંચી ગયો છે. જોકે કારોબાર દરમિયાન થોડો વધારો ગુમાવીને 69.43 પર આવી ગયો છે. શુક્રવારે રૂપિયા 69.53 પર બંધ થયો હતો.

X
Sensex rises 387 points, Nifty rises 113 points to 11950
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી