શેરબજાર / સેન્સેક્સમાં 770 પોઈન્ટનો જંગી કડાકો, રોકાણકારોના 2.56 લાખ કરોડ ધોવાયા

Sensex jumps 412 points, Nifty down 11,000, HCL Tech rises in TCS

 • સેન્સેક્સના 30માંથી 28 અને નિફ્ટીના 50માંથી 48 શેર નુકસાનમાં રહ્યાં
 • આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકનો શેર વધ્યો
 • ડોલર સામે રૂપિયો 97 પૈસા તૂટી 72.39ની વર્ષની નીચી સપાટીએ, સોનું 600 વધી 40400ની ટોચે

Divyabhaskar.com

Sep 04, 2019, 02:05 AM IST

અમદાવાદ: બીએસઇ સેન્સેક્સ ચાલુ કેલેન્ડર વર્ષનો બીજો સૌથી મોટો 769.88 પોઇન્ટનો કડાકો નોંધાવવા સાથે 36562.91 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટમાં સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફરી વળતાં રોકાણકારોની મૂડીમાં રૂ. 2.56 લાખ કરોડનું ધોવાણ થયું હતું. નિફ્ટી-50 પણ 225.35 પોઇન્ટના ઘટાડા સાથે 10800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી ગુમાવી 10797.90 પોઇન્ટ રહ્યો હતો.

સોનું 10 ગ્રામદીઠ રૂ. 600ના ઊછાળા સાથે રૂ. 40400ની નવી ઊંચી સપાટીએ
બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 97 પૈસાના કડાકા સાથે 72ની સપાટી તોડી રૂ. 72.39 બંધ રહ્યો હતો. અમદાવાદ ખાતે સોનું 10 ગ્રામદીઠ રૂ. 600ના ઊછાળા સાથે રૂ. 40400ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જીડીપી 5 ટકાની છ વર્ષની નીચી સપાટીએ રહેવા સાથે મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ 15 માસના તળિયે બેસી ગયો છે. તે ઉપરાંત વિદેશી નાણાકીય સંસ્થાઓની સતત વેચવાલીનું પ્રેશર રહ્યું છે. ચીન અને અમેરીકાએ સામસામે ટેરિફ વોર શરૂ કરી ટ્રેડવોર વકરાવતાં વૈશ્વિક શેરબજારોમાં પણ મંદીનું વાતાવરણ સર્જાતાં સ્થાનિક માર્કેટ સેન્ટિમેન્ટ વધું ખરડાયું છે. ટેક્નો-ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ નિફ્ટી નીચામાં 10670 સુધી ઘટવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

ઘટાડાનાં કારણો

 • બેન્કિંગ સેક્ટરમાં નિરાશા: એક સાથે 10 બેન્કોના વિલયથી બેન્ક શેરોમાં નિરાશા છે. અલ્હાબાદ બેન્કનો શેર 5.67%, PNB 8.55%, યુનિયન બેન્ક 9.08%, ઓરિએન્ટલ 9.66% કેનેરા બેન્કમાં 11%નો ઘટાડો થયો.
 • GDPમાં મોટો ઘટાડો: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPનો દર 5.8%થી ઘટી 5% થઈ ગયો. વાર્ષિક રીતે જોઈએ તો 3%નો ઘટાડો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPનો દર 8% હતો.
 • કોર સેક્ટરના સુસ્ત આંકડા: જુલાઈ મહિનામાં 8 કોર સેક્ટરની વૃદ્ધિ 2.1% થઈ ગઈ. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન આ દર 7.3% હતો.
 • ઓટો ઉદ્યોગમાં નિરાશા: ઓગસ્ટમાં કારનું વેચાણ 29% ઘટ્યું. સતત 10મા મહિને ઓટો સેક્ટરમાં વેચાણ પર બ્રેક લાગી છે.
 • ટ્રેડવોર અને રૂપિયામાં ઘટાડો: અમેરિકા અને ચીને એકબીજા પર જકાત લાદી. ચીનની કરન્સી યુઆન 11 વર્ષના નીચલા સ્તરે છે આથી તેની અસર રૂપિયા પર પણ પડી છે.
 • FPIમાં વેચવાલી: વિદેશી રોકાણકારોએ જુલાઈની જેમ ઓગસ્ટમાં કુલ 5920 કરોડનું વેચાણ કર્યું છે. સરકારે FPI પર વધારેલો સરચાર્જ હટાવ્યો ત્યારે વેચાણ થઈ રહ્યું છે.

નિફ્ટી 10670 થઇ શકે
નિફ્ટીએ 10800ની મહત્વની ટેકાની સપાટી ગુમાવવા સાથે બેરિશ કેન્ડલ ‘બેરિશ બેલ્ડ હોલ્ડ’ પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. ઇન્ટ્રા-ડે 10772ની નીચી સપાટી નોંધાવી છે. 20-DMA તેમજ 5-EMA, 13-EMAની નીચે રમી રહ્યો હોવાથી ઘટાડે 10670 સુધી જઇ શકે તેવું એનાલિસ્ટ્સનું કહેવું છે.

નબળો રૂપિયો કેડ પર વજન વધારશે
ડોલર સામે રૂપિયો આજે રૂ. 72ની સપાટી તોડી ચાલુ કેલેન્ડર વર્ષની નીચી સપાટીએ સ્પર્શી જતાં ફોરેક્સ નિષ્ણાતો એવી ભિતિ સેવી રહ્યા છે કે આયાતી કાચામાલો, મશીનરી, પેટ્રોલ, ડિઝલ સહિતની ચીજોનું આયાત બિલ વધવા સાથે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) વધી શકે છે. જોકે, નિકાસલક્ષી એકમોના માર્જિન્સમાં સુધારો થઇ શકે છે. એન્જલ બ્રોકીંગના રિસર્ચ એનાલિસ્ટ વકારજાવેદ ખાનના મત મુજબ ડોલર સામે રૂપિયો ઘટી રૂ. 73.5 સુધી જઇ શકે છે.

મેટલ, સિમેન્ટ, ઓઈલ-ગેસ, પાવર અને ફાર્મા સેકટર 2.5થી 3 ટકા ઘટ્યા
બેન્ક નિફ્ટી લગભગ 2.2 ટકા ઘટીને બંધ થયો છે. 1 સપ્તાહમાં બેન્ક નિફ્ટીનું પ્રદર્શન વિશ્વમાં સૌથી ખરાબ રહ્યું છે. સરકારી બેન્કોના મર્જરના સમાચારોથી નિફ્ટીનો પીએસયુ ઈન્ડેક્સ લગભગ 4.9% ઘટીને બંધ થયો છે. જયારે પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 2.3 ટકા ઘટીને બંધ થયો છે. નાના-મધ્યમ શેરમાં પણ ભારે વેચાણ જોવા મળી રહ્યું છે. બીએસઈનો મિડ કેપ ઈન્ડેક્સ 1.65 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 1.32 ટકા ઘટીને બંધ થયો છે. ઓઈલ-ગેસના શેરમાં પણ ઘટોડો જોવા મળ્યો છે. બીએસઈનો ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.4 ટકા તૂટીને બંધ થયો છે. આજના કારોબારમાં મેટલ, સિમેન્ટ, ઓઈલ-ગેસ, પાવર અને ફાર્મા સેકટર 2.5થી 3 ટકા ઘટ્યા છે. જયારે રૂપિયો પણ 9 મહિનાના નીચલા સ્તેર પહોંચ્યો છે. તે 72ની સપાટી વટાવી ગયો છે.

મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે

આ સિવાય મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનો મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(PMI) ઓગસ્ટમાં ઘટીને 51.4 પર આવી ગયો છે. જે મે 2018 બાદ સૌથી ઓછો છે. આ વર્ષે જુલાઈમાં 52.5 હતો. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં ઘટાડાને કારણે PMIમાં ઘટાડો આવ્યો છે.સેન્સેક્સના ટોપ ગેનર્સેસેન્સેક્સ પર યસ બેન્ક, એચસીએલ ટેક, ટીસીએસ, હીરોમાટોકોર્પ અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેન્ક 2.35 ટકા વધીને 60.90 પર કારોબાર કરી રહ્યો છે. જયારે એચસીએલ ટેક 1.52 ટકા વધી 1,177 પર કારોબાર કરી રહ્યો છે.

એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, બ્રિટાનીયામાં તેજી
સેન્સેક્સમાં એચસીએલ ટેક 0.75 ટકા વધીને 1,108.55 પર બંધ થયો હતો. જયારે ટેક મહિન્દ્રા 1.56 ટકા વધીને 704.50 પર બંધ થયો હતો. બીપીસીએલ 0.27 ટકાના વધારા સાથે 356.20 પર બંધ થયો હતો. બ્રિટાનિયા 0.23 ટકા વધીને 2,707.85 પર બંધ થયો હતો.

ટાટા સ્ટીલ, વેદાંતા, HDFC, ICICI બેન્કમાં મંદી
​​​​​​​
આઈસીઆઈસીઆઈ બેન્ક 4.45 ટકા ઘટીને 392.15 પર બંધ થયો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, વેદાંતા, એચડીએફસી અને ઈન્ડ્સલેન્ડ બેન્કમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ 3.93 ટકા ઘટીને 331.40 પર બંધ થયો હતો. વેદાંતા 3.70 ટકા ઘટીને 134.15 પર બંધ થયો હતો. એચડીએફસી 3.67 ટકા ઘટીને 2,087.00 પર બંધ થયો હતો. ઈન્ડસલેન્ડ બેન્ક 3.61 ટકા ઘટીને 1,334.15 બંધ થયો હતો.

X
Sensex jumps 412 points, Nifty down 11,000, HCL Tech rises in TCS
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી