તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ શેરબજાર મંગળવારે સતત ત્રીજા સત્રમાં ફાયદામાં રહ્યુ છે. સેન્સેક્સ 147.15 અંકના વધારા સાથે 37,641.27 પર બંધ થયો હતો. જયારે નિફ્ટીનું ક્લોઝિંગ 47.50 અંકના વધારા સાથે 11,105.35 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં માર્કેટ 11,141.75ના સ્તર સુધી પહોંચ્યું હતું.
તેજીનું કારણ
એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ દ્વારા સરપ્લસ ફન્ડમાંથી 1.76 લાખ કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરીના નિર્ણયથી બજારમાં ખરીદી છે. બીજી તરફ વિદેશી બજારોમાંથી પણ સારા સંકેતો મળ્યા છે.
એક્સિસ બેન્કના શેરમાં 1.6 ટકા વધારો
સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 42 શેરમાં તેજી જોવા મળી હતી. ટાટા સ્ટીલના શેરમાં 3 ટકા અને ટાટા મોટર્સમાં 2.8 ટકા ઉછાળો આવ્યો. એસબીઆઈમાં 2.4 ટકા, ઈન્ડસઈન્ડ બેન્કમાં 2 ટકા અને એક્સિસ બેન્કમાં 1.6 ટકા વધારો નોંધાયો હતો.
ટીસીએસમાં 1 ટકા ઘટાડો
આઈટી કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ઈન્ફોસિસ 1.7 ટકા ઘટ્યો હતો. એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રામાં 1.5-1.5 ટકા નુકસાન નોંધાયું હતું. ટીસીએસના શેરમાં 1 ટકા ઘટાડો નોંધાયો હતો.
રૂપિયો 32 પૈસા મજબૂત
ડોલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતાઈ આવી છે. મુદ્રા બજારમાં કારોબાર દરમિયાન તે 32 પૈસાના વધારા સાથે 71.70ના સ્તરે પહોંચ્યો હતો. સોમવારે 36 પૈસા નબળો થઈને 72.02 પર બંધ થયો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.