શેરબજાર / સેન્સેક્સ 219 પોઈન્ટના ઉછાળા સાથે 39,500ના રેકોર્ડ સ્તરે, નિફ્ટી 11,883ની સપાટીએ

Sensex gains 219 points to record high of 39,500, Nifty at 11,883

  • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ-નિફ્ટીમાં આ પહેલાનો રેકોર્ડ સ્તર 18 એપ્રિલે જોવા મળ્યો હતો
  • 18 એપ્રિલે સેન્સેક્સ 39487.45 અને નિફ્ટી 11856.15ની સપાટીએ જોવા મળ્યા હતા

divyabhaskar.com

May 21, 2019, 10:24 AM IST

મુંબઈ: શેર બજારમાં બે દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે 97 પોઈન્ટ વધીને 39,449.45ની સપાટીએ ખુલ્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ સેન્સેક્સ 219 પોઈન્ટ વધીને 39,771.73ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. ઈન્ટ્રા-ડેમાં ગત વખતનો રેકોર્ડ 39487.45નો છે. 18 એપ્રિલે સેન્સેક્સ હાઈ રેકોર્ડ સપાટીએ જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં 55 પોઈન્ટ વધ્યા: નિફ્ટી શરૂઆતમાં 35 પોઈન્ટ વધીને 11,863.65ની સપાટી પર ખુલ્યો હતો. વેપાર દરમિયાન 55 પોઈન્ટ વધીને 11,883.55ની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા. ઈન્ટ્રા-ડેમાં ગઈ વખતનો રેકોર્ડ 11,856.15નો છે. નિફ્ટી 18 એપ્રિલે રેકોર્ડ હાઈ સપાટી પર જોવા મળ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1 ટકાની તેજી: એચડીએફસી અને બજાજ ફાઈનાન્સના શેરમાં 2-2 ટકાની તેજી જોવા મળી હતી. સન ફાર્મા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1-1 ટકાનો વધારો થયો હતો. હિન્દુસ્તાન યૂનીલીવર અને કોલ ઈન્ડિયામાં 0.5-1 ટકાનો ઉછાળો આવ્યો હતો.

બજારમાં સતત વધ-ઘટ થઈ રહી છે: વેપાર દરમિયાન બજારમાં સતત વધ-ઘટ થઈ રહી છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 200 અંક વધીને થોડા સમયમાં ફ્લેટ સ્તર પર આવી ગયો હતો. નિફ્ટીમાં પણ સતત વધઘટ જોવા મળતી હતી.

X
Sensex gains 219 points to record high of 39,500, Nifty at 11,883
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી