• Home
  • Business
  • Sensex gains 1,435 points, Nifty breaks 403 points in early trade

બજાર સેન્ટીમેન્ટ / સેન્સેક્સ 894 અંક ઘટી બંધ, નિફ્ટી પર યસ બેન્કનો શેર 74 ટકા ઘટ્યો, SBI 6 ટકા ઘટ્યો

Sensex gains 1,435 points, Nifty breaks 403 points in early trade
Sensex gains 1,435 points, Nifty breaks 403 points in early trade

  • સેન્સેક્સ 37576.62 અને નિફ્ટી 10989.45 પર બંધ
  • કોરોનાવાઈરસ અને યસ બેન્કના કેશ સંકટના કારણે બજાર પર દબાણ
  • ડોલરની સરખામણીએ રૂપિયો 65 પૈસા નબળો થઈને 73.99 રૂપિયા સુધી ઘટ્યો 

Divyabhaskar.com

Mar 06, 2020, 05:05 PM IST

બિઝનેસ ડેસ્કઃ કોરોનાવાઈરસ અને યસ બેન્કના સંકટના કારણે ગંભરાયેલા રોકાણકારોએ મોટી સંખ્યામાં શેર વેચ્યા છે. આ કારણે શુક્રવારે સેન્સેક્સ 893.99 અંક ઘટીને 37,576.62 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 279.55 અંક ઘટી 10989.45 પર બંધ થયો હતો. બીએસઈ પર યસ બેન્કનો શેર 56 ટકા અને નિફ્ટી પર 74 ટકા ઘટ્યો હતો. બીએસઈ પર ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર બજાજ ઓટો, મારૂતિ અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં તેજી જોવા મળી હતી.

બજાર ખુલતા જ સેન્સેક્સ 1459 અંક ઘટ્યો

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1459 અંક ઘટીને 37,011.09 પર આવી ગયો હતો. નિફ્ટી પણ 442 અંક ઘટીને 10827.40 પર પહોંચ્યો હતો. એનએસઈ પર યસ બેન્કના શેર 76 ટકા ઘટ્યો હતો. એસબીઆઈનો શેર 12 ટકા ઘટાડા સાથે ખુલ્યો હતો. ગુરુવારે એવો રિપોર્ટ આવ્યો હતો કે યસ બેન્કને બચાવવા માટે સરકાર એસબીઆઈને આગળ કરી શકે છે, તેના પગલે એસબીઆઈના શેરમાં ઘટાડો જોવા મળ્યો.

બજારમાં આવેલા ઘટાડાના ચાર મુખ્ય કારણ

  • કોરાનાવાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખની નજીક પહોંચનાર છે અને 3,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
  • યસ બેન્ક છેલ્લા ઘણાં સમયથી ફન્ડ એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે. આરબીઆઈએ બેન્કમાં લેવડ-દેવડ માટે 50,000 રૂપિયા સુધીની સીમા નક્કી કરી, બાદમાં રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો.
  • વિદેશી રોકાણકાર સતત ભારતીય બજારોમાંથી પૈસા કાઢી રહ્યાં છે. છેલ્લા 14 કારોબારી સત્રોમાં એફઆઈઆઈ ભારતીય બજારમાંથી 18,343 કરોડ રૂપિયા નીકાળી ચૂક્યા છે.
  • વૈશ્વિક બજારો ઘટવાની અસર ભારતીય બજારો પર પણ છે. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 3.58 ટકા અને નૈસ્ડેક 3.10 ટકા નીચે છે. નિક્કેઈ 2.94 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ બજાર 2.44 ટકા નીચે છે.

રાહુલ ગાંધીનું ટ્વિટ

યસ બેન્ક પર આવેલા સંકટને લઈને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પીએમ મનમોહન સિંહે ટ્વિટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે. જ્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે પીએમ મોદી અને તેમના વિચારોએ ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે.

વિદેશી બજારોની સ્થિતિ

ઈન્ડેક્સ/દેશ ઘટાડો
નૈસ્ડેક(અમેરિકા) 3.10%
એફટીએસઈ(લંડન) 1.62%
સીએસી(ફ્રાન્સ) 1.90%
નિક્કેઈ(જાપાન) 2.86%
હેંગસંગ(હોંન્ગકોન્ગ) 2.15%
શંઘાઈ કંપોઝિટ(ચીન) 0.98%
X
Sensex gains 1,435 points, Nifty breaks 403 points in early trade
Sensex gains 1,435 points, Nifty breaks 403 points in early trade

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી