શેરબજાર / સેન્સેક્સ 383 અંકના ઘટાડા સાથે 38,970 પર બંધ, ટાટા મોટર્સના શેર 7% વધ્યા

Sensex down 383 points, closes at 38,970; Tata Motors shares up 7%;

  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 39571.73ના રેકોર્ડ સ્તર સુધી ચઢ્યા બાદ 38905.51 સુધી ઘટ્યો
  • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ-નિફ્ટીનો અગાઉનો ઉચ્ચ સ્તરનો રેકોર્ડ 18 એપ્રિલનો છે

Divyabhaskar.com

May 21, 2019, 04:54 PM IST

મુંબઈઃ શેરબજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 382.87 અંકના ઘટાડા સાથે 38,969.80 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 219 અંક વધીને 39,571.13ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 119.15 પોઈન્ટ નીચે 11,709.10 પર થયું. ઈન્ટ્રા-ડેમાં તે 55 અંક વધીને 11,883ના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યો હતો.

મારૂતિના શેરમાં 3 ટકા ઘટાડો

એનએસઈના તમામ 11 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 43 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. મારૂતિ અને ઈન્ડસઈન્ડ બેન્ક 3-3 ટકા ઘટ્યા હતા. ટાટા મોટર્સ 7 ટકા નુકસાનમાં રહ્યાં. માર્ચ ત્રિમાસિકના નબળા પરિણામોને કારણે શેરમાં વેચાણ ઝડપી થયું હતું. જાન્યુઆરી-માર્ચમાં નફો 49 ટકા ઘટીને 1109 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીએ સોમવારે પરિણામ જાહેર કર્યા હતા.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
ટાટા મોટર્સ 6.60%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 4.33%
બીપીસીએલ 4.20%
અદાણી પોર્ટ્સ 3.39%
ઈન્ડસઈન્ડ બેન્ક 3.38%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ડો.રેડ્ડી 2.92%
ઈન્ફાટેલ 2.10%
ટાઈટન 1.34%
બ્રિટાનિયા 1.26%
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.06%

બજારમાં રેલી ચાલું રહેવાની શકયતા

કારોબારીઓનું કહેવું છે કે ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ મુજબ રહ્યાં તો બજારમાં રેલી ચાલું રહી શકે છે. રવિવારે એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળવાથી સોમવારે સેન્સેક્સ 1422 અને નિફ્ટી 421 અંકના વધારા સાથે બંધ થયો હતો.

X
Sensex down 383 points, closes at 38,970; Tata Motors shares up 7%;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી