શેરબજાર / સેન્સેક્સ 248 અંકના ઘટાડા સાથે 39,502 પર, નિફ્ટી 68 અંક ઘટીને 11,861 પર બંધ

Sensex down 248 points to 39502, Nifty closed 68 points lower at 11,861
X
Sensex down 248 points to 39502, Nifty closed 68 points lower at 11,861

  •  આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5%, મારૂતિ અને ટાટા મોટર્સમાં 2-2 ટકા ઘટાડો
  • એનએસઈના 11માંથી 10 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 2.5 ટકા ઘટ્યું

Divyabhaskar.com

May 29, 2019, 04:39 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે નુકસાનમાં રહ્યું. સેન્સેક્સ 247.68 અંકના ઘટાડા સાથે 39.502.05 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન તે 329 અંક ઘટીને 39,420.50ના સ્તર સુધી આવી ગયું હતું. નિફ્ટીનું ક્લોઝિંગ 67.65 અંક નીચે 11,861.10 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 92 અંક ઘટીને 11,836.80 સુધી પહોંચ્યું હતું. એનાલિસ્ટોનું કહેવું છે કે વિદેશી રોકાણકારોના વેચાણથી બજારમાં ઘટાડો આવ્યો છે.

એસબીઆઈનો શેર 3 ટકા ઘટ્યો

સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 35 શેર નુકસાનમાં રહ્યાં હતા. એસબીઆઈનો શેર 3 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ થયો હતો. ટાટા સ્ટીલમાં લગભગ 3 ટકા ઘટાડો આવ્યો હતો.

મનપસંદ બ્રેવરેજનો શેર 3 દિવસમાં 50 ટકા તૂટ્યો

શેરમાં બીએસઈ અને એનએસઈ પર બુધવારે 10 ટકા ઘટાડો આવ્યો છે અને સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ લાગી ગઈ. સોમવારે અને મંગળવારે 20-20 ટકા ઘટાડો આવ્યા બાદ લોઅર સર્કિટ લાગી હતી. ત્રણ દિવસમાં શેર 50 ટકા તૂટી ચૂક્યો છે. કંપનીએ શનિવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ જીએસટી વિભાગ વડોદરાએ કંપનીના એમડી અભિષેક સિંહ, તેમના ભાઈ હર્ષવર્ધન સિંહ અને સીએફઓ પરેશ ઠક્કરની જીએસટી ફ્રોડના આરોપમાં ધરપકડ કરી છે. કંપની દ્વારા આ માહિતી આપવામાં આવ્યા બાદ શેરમાં વેચવાલી હાવી થઈ ગઈ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી