શેરબજાર / સેન્સેક્સ 140 અંકના વધારા સાથે 39110 પર બંધ, ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 5% ઉછાળો

Sensex closing at 3,9110, up 140 points; IndusInd Bank shares up 5%;

  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 39249 સુધી પહોંચ્યો
  • નિફ્ટી 29 અંક ઉપર 11738 પર બંધ, ઈન્ટ્રા-ડેમાં 11,784 સુધી પહોંચ્યો

Divyabhaskar.com

May 22, 2019, 06:55 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 140 અંકના વધારા સાથે 39,110 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન તે 39,249ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 28.80 અંકના વધારા સાથે 11,737 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,784 સુધી પહોંચ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતીના અનુમાનથી બજારમાં ખરીદી થઈ રહી છે. પરિણામ 23 મે એટલે કે કાલે આવશે.

સનફાર્માના શેરમાં 3 ટકા વધ્યા

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 34 શેર ફાયદામાં રહ્યાં. ઈન્ડસઈન્ડ બેન્કના શેર બીએસઈ પર 5 ટકા અને એનએસઈ પર 5.5 ટકા વધારા સાથે બંધ થયા હતા. સનફાર્માના શેરમાં 3 ટકા ઉછાળો આવ્યો.

જેટ એરવેઝનો શેર 2 દિવસમાં 20 ટકા વધ્યા

બીએસઈ પર શેર 5.17 ટકાના વધારા સાથે 158.55 રૂપિયા પર બંધ થયો હતો. જોકે એનએસઈ પર માત્ર 1.96 ટકાના વધારા સાથે 153.80 રૂપિયા પર કારોબાર ખત્મ કર્યો હતો. મંગળવારે શેર 15 ટકા ફાયદામાં રહ્યો હતો. હિંદુજા ગ્રુપ દ્વારા હિસ્સો ખરીદવાની શકયતાના રિપોર્ટના પગલે શેરમાં ખરીદી તેજ થઈ હતી.

ડીએચએફએલનો શેર 9 ટકા ઘટ્યો

બીએસઈ પર શેર 9.43 ટકા ઘટાડા સાથે 117.65 પર બંધ થયો હતો. એનએસઈ પર 9.81 ટકા નીચે 117.25 રૂપિયા પર ક્લોઝિંગ થયું. કારોબાર દરમિયાન તે 17.8 ટકા ઘટીને 106.85 રૂપિયા પર આવી ગયો હતો. કંપનીએ નવી ડિપોઝિટ અને પ્રીમેચ્યોર વિડ્રો પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયની શેર પર અસર થઈ છે.

X
Sensex closing at 3,9110, up 140 points; IndusInd Bank shares up 5%;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી