માર્કેટ / ઉછાળા સાથે ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ

Sensex and Nifty falls on the back of profit booking

  • સેન્સેક્સમાં દિવસના અંતે 298.39 અને નિફ્ટીમાં 80.85 પોઈન્ટ્સનો ઘટાડો
  • પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારો દિવસના અંતે રેડ ઝોનમાં પ્રવેશી

divyabhaskar.com

May 23, 2019, 04:03 PM IST

અમદાવાદ: ચૂંટણીના પરિણામોના આધારે તેજી સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં દિવસના અંતે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગના પગલે તેજીનો માહોલ મંદીમાં પલટાઈ ગયો હતો. અપેક્ષા મુજબના રુઝાનને શેરબજારે આવકારતા 40,000ને પર કરી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ચડતા ક્રમમાં જોવા મળી હતી. નિફ્ટી પહેલી 12,000 ને પાર કરી ગઈ હતી. દિવસના અંતે સેન્સેક્સ 293.39 પોઈન્ટ્સ ઘટીને 38,811.39 પર બંધ આવ્યો હતો. નિફ્ટી પણ 80.85 પોઈન્ટ્સ ઘટીને 11,657.05 પર બંધ થઇ હતી.

ઇન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1,000 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો
આજે સવારે સેન્સેક્સ 12 વાગતા સુધીમાં લગભગ 900 પોઈન્ટ્સ જેટલો સુધર્યો હતો પરંતુ જયારે બજાર બંધ થવાનો સમય આવ્યો તે ગાળામાં બજાર રેડ ઝોનમાં પ્રવેશી જતા ઇન્ટ્રાડેમાં 1,000 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. તેવી જ રીતે નિફ્ટીમાં પણ 200થી વધારે પોઈન્ટ્સનું ધોવાણ થયું હતું.

અદાની પોર્ટ, રિલાયન્સ નિપ્પોન લાઈફ, ડીશ ટીવી ટોપ ગેઈનર્સ
અદાની પોર્ટ, રિલાયન્સ નિપ્પોન લાઈફ, ડીશ ટીવી અને જેએમ ફાઇનાન્સિયલ જેવી કંપનીઓના શેર્સમાં ૫-૧૦%નો ઉચાળો જોવા મળ્યો હતો. જયારે ઘટાડાની આગેવાની ટાટા મોટર્સ, વેદાન્તા લીમીટેડ એચડીએફસી બેંક, આઈટીસી અને બજાજ ફાઈનાન્સ જેવી કંપનીઓએ લીધી હતી.

નિષ્ણાતોના મતે માર્કેટમાં મોટો સુધારો સંભવ
રિલાયન્સ સિક્યોરિટીઝના સીઈઓ પી. ગોપકુમારના મતે વૈશ્વિક ભંડોળમાંથી ભારતની ફાળવણીમાં વધારો થશે અને વધુ ઇટીએફ પ્રવાહ ટૂંકા ગાળા માટે સંભવિત છે જે બજારોને પણ વધુ ઊંચા કરી શકે છે. હાલના સેન્ટીમેન્ટને આધારે મોર્ગન સ્ટેન્લી મને છે કે આવતા એક વર્ષના સમયમાં સેન્સેક્સ 45,000 અને નિફ્ટી 13,500 થઇ શકે છે.

X
Sensex and Nifty falls on the back of profit booking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી