તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ટાયરમાં બ્લાસ્ટ થતાં કાર એંગલમાં અથડાતા સેલવાસના વેપારીનું મોત

સેલવાસ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર સાથે મંદિરે દર્શન કરીને પરત ફરતાં બનેલી ઘટના, પુત્રને ઇજા

સેલવાસના જાણીતા જૈન પરિવારના યુવકનું કાર અકસ્માતમાં રવિવારે મોત થતા ચકચાર મચી હતી. મંદિરેથી પરત ફરતાં ચાલુ કારે ટાયરમાં બ્લાસ્ટ થતાં કાર ડીવાઇડર સાથે અથડાતાં અકસ્માત થયો હતો. કારમાં સવાર પુત્રને પગમાં ફ્રેકચર થયું હતું.સેલવાસમાં વર્ષોથી સ્થાઇ થયેલા અને રાજકીય અગ્રણી જેઠમલ શાહના નાનો પુત્ર કલ્પેશ શાહ (ઉ.વ.47) રવિવારે પોતાના 9 વર્ષીય પુત્ર તત્વમ શાહ સાથે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે કાર નંબર DD01-A 2030માં બેસીને અથાલ નજીક મંદિરે દર્શનાર્થે ગયા હતા. મંદિરેથી પરત ફરતા દમણગંગા નદીના પુલ નજીક અચાનક ચાલુ કારે ટાયરમાં બ્લાસ્ટ થતા કાર ચાલક કલ્પેશ શાહે કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ કાર રોડ કિનારે લાગેલા લોખંડના એંગલ સાથે ભટકાય હતી.

કારની જોરદાર ટક્કરથી કલ્પેશને છાતીના ભાગે ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એમના પુત્રને પગના ભાગે બંને પગ ડિસલોકેટ થયા હતા. અકસ્માતની નજીકમાં આવેલી કામત હોટલના સ્ટાફે 108 બોલાવી ઇજાગ્રસ્તને સેલવાસ સિવિલમાં રવાના કર્યા હતા. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી હતી. કલ્પેશ સેલવાસમાં એક જાણીતા વેપારી હતા. મૃતકની બંને આંખ પરિવારે ડોનેટ કરીસેલવાસમાં અગ્રણી વેપારી કલ્પેશ શાહનું અકસ્માતમાં નિધન થયા બાદ તેમનું સેલવાસ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી લાશ પરિવારને સોંપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કાર લોખંડના એંગલ સાથે ભટકાતા ચાલક કલ્પેશના છાતિના ભાગે સ્ટેયરિંગના ધક્કો જોરદાર લાગતા તેમના શરીરના અંદરના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર મોતને ભેટ્યા હતા. જોકે પરિવારે અન્ય અંધ વ્યક્તિ તેમના પુત્રની આંખથી જોઈ શકે એ આશયથી બંને આંખો ડોનેટ કરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો