તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પોલીસને જોઇ ખેપિયો દારૂ ભરેલી બાઈક મૂકી ફરાર

સોનગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનગઢમાં ઇસ્લામપુરા ટેકરા પાસે રસ્તે વાહન ચેકીંગ કરતી પોલીસ ને નિહાળી વિદેશી દારૂ સાથેની બાઈક રસ્તે મૂકી ખેપિયો ફરાર થઇ ગયો હતો. સોનગઢ નગર વિસ્તારમાં આવેલ ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં આવેલ રસ્તે બાતમીના આધારે પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. દરમિયાન નવાપુર તરફ થી આવેલ એક કાળા કલરની નંબર વગરની બાઈક લઈ આવતા ઈસમને પોલીસે અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે બાઇકચાલક પોલીસ ને હાથતાળી આપી બાઈક રસ્તે મૂકી ઇસ્લામપુરાની સાંકડી ગલીઓમાં થઇ નાસી ગયો હતો.પોલીસે બાઈકની સીટ નીચે થી ભારતીય બનાવટની વિદેશીદારૂની 96 બોટલ કબ્જે લઇ 24,800 નો મુદ્દામાલ સીઝ કરી ભાગી છૂટેલાની તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો