તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Have Identified The Coronavirus Molecule Ab8, Which Is 10 Times Smaller In Size Than A Normal Antibody, This Antibody Completely Neutralises Novel Coronavirus

રિસર્ચ:વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા મોલિક્યુલ Ab8ની ઓળખ કરી, એ સામાન્ય એન્ટીબોડી કરતાં કદમાં 10 ગણો નાનો

18 કલાક પહેલા
  • સંશોધકોના જણાવ્યા અનુસાર, આ મોલિક્યુલ કોરોના વાઇરસને શરીરની કોશિકાઓ સાથે જોડવા દેતો નથી
  • ઉંદરો પર કરવામાં આવેલાં રિસર્ચમાં સફળતા મળી, કોઈ આડઅસરો જોવા મળી નહિ

કેનેડાના સંશોધકોએ કોરોના વાઈરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક મોલિક્યુલની શોધ કરી છે. તેનું કદ સામાન્ય એન્ટીબોડી કરતાં 10 ગણું નાનું છે. આ ડ્રગનું નામ Ab8 છે. તેનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરી શકાય છે. રિસર્ચ કરનાર કેનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, આ ડ્રગ કોરોનાને શરીરની કોશિકાઓ સાથે જોડવા નહિ દે અને તેની કોઈ પણ આડઅસરો જોવા મળી નથી.

ઉંદરો પર રિસર્ચ કરવામાં આવ્યું
રિસર્ચમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિક શ્રીરામ સુબ્રહ્મણ્યમને જાણવા મળ્યું કે ઉંદરોને આ દવા આપી કોરોનાની સારવાર કરી શકાય છે. એ ખૂબ નાનો મોલિક્યુલ છે, જે કોરોનાને ન્યુટ્રિલાઈઝ કરે છે. આ દવાને ઘણા પ્રકારે દર્દીને આપી શકાય છે. ડ્રગને સૂંઘીને પણ દર્દી તેના શરીરમાં લઈ શકે છે.

થેરપીની જેમ કામ કરશે
રિસર્ચર જોન મેલર્સ જણાવે છે કે, Ab8 કોવિડ-19ના દર્દીઓમાં થેરપીનું કામ કરશે. માણસોમાં એન્ટીબોડીનો એક ભાગ VH ડોમેન સાથે મળીને બન્યો હોય છે. આ Ab8 પણ એવો જ છે.

હાલ કોરોના સર્વાઈવરના પ્લાઝ્માથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમના પ્લાઝ્મામાં રહેલી એન્ટિબોડી કોરોના સામે રક્ષણ આપી શકે છે, પરંતુ એટલી માત્રામાં પ્લાઝ્મા પૂરતા નથી હોતા કે મોટા પાયે દર્દીઓની સારવાર થઈ શકે. તેથી રિસર્ચર જનિનને અલગ કરી અન્ટીબોડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોરોનાને બ્લોક કરી શકે. આવી એન્ટીબોડીનું ઉત્પાદન કરવાની તૈયારી ચાલી રહી છે.

એન્ટીબોડીઝ
એન્ટીબોડી પ્રોટીનથી બનેલી ખાસ પ્રકારની ઈમ્યુન કોશિકાઓ હોય છે, જેને બી-લિમ્ફોસાઈટ પણ કહેવાય છે. જ્યારે કોઈ ફોરેન બોડીઝ શરીરમાં પહોંચે છે તો તે અલર્ટ થઈ જાય છે. બેક્ટેરિયા અથવા ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવા માટે આ એન્ટિબોડી કામ કરે છે. તે શરીરની રક્ષા કરી તમામ પ્રકારના ખરાબ બેક્ટેરિયા અને વાઈરસની અસરકારકતા નહિવત્ કરે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો