તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Scientists Find A Uterine Balloon Tamponade Technique To Prevent Postpartum Hemorrhage Death After Childbirth

વૈજ્ઞાનિકોએ પ્રસૂતિ બાદ પોસ્ટપોર્ટમ હેમરેજથી થતા મૃત્યુને રોકવા યૂટરાઇન બેલૂન ટેમ્પોનેડ ટેક્નિક શોધી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિક પ્રસુતિમા પોસ્ટ પોર્ટમ હેમરેજના કારણે થતાં મૃત્યુને અટકાવવામાં લગભગ 86 ટકા અસરકારક છે
  • રક્તસ્ત્રાવ બંધ કરવા માટે આધુનિક રીતે સારવાર કરી શકાય છે
  • ટેક્નિકમાં બેલૂન કેથેરટ (એક પાતળી-સી ટ્યૂબ)જે રક્તસ્ત્રાવ અટકાવી શકે છે

દિવ્યશ્રી ડેસ્ક. વૈજ્ઞાનિકોએ પ્રસુતિમા પોસ્ટપોર્ટમ હેમરેજ થી થતા માતા મૃત્યુને અટકાવવા માટે નવી ટેક્નિક શોધી છે. તેનું નામ યુબીટી એટલે કે યૂટરાઇન બેલૂન ટેમ્પોનેડ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ટેક્નિક પ્રસુતિમા પોસ્ટ પોર્ટમ હેમરેજના કારણે થતાં મૃત્યુને અટકાવવામાં લગભગ 86 ટકા અસરકારક છે. આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ અબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

પ્રસુતિ સમયે અસહ્ય પીડામાંથી પસાર થાય છે મહિલાઓ 
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, બાળકોને જન્મ આપવા માટે માતાઓ અસહ્ય પીડામાંથી પસાર થતી હોય છે. આ પીડા માત્ર જન્મ આપવા સુધી નથી હોતી પરંતુ ઘણા કિસ્સાઓમાં બાળકને જન્મ આપ્યા બાદ પણ મહિલાને પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તેમાંથી એક છે પોસ્ટપોર્ટમ હેમરેજ.

85.9 ટકા સફળ 
આ ટેક્નિકમાં બેલૂન કેથેરટ (એક પાતળી-સી ટ્યૂબ)જે રક્તસ્ત્રાવ અટકાવી શકે છે. વૈજ્ઞાનિકોએ પરીક્ષણ બાદ તેને વિવાદિત ગણાવ્યું છે. જો કે, ઘણા પરીક્ષણો અને કિસ્સાઓનું સંયુક્ત રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે નિષ્કર્ષ આવ્યું કે, યુબીટી 85.9 ટકા સફળ છે.
 

યુબીટી એ એક સરળ ટેક્નિક છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રક્તસ્ત્રાવ બંધ કરવા માટે આધુનિક રીતે સારવાર કરી શકાય છે. પરંતુ તેના માટે વિસ્તૃત પરીક્ષણની જરૂરિયાત હોય છે જે વિશ્વભરની ઘણી ઓછી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ યુબીટી એકદમ સરળ ટેક્નિક છે અને 1980ના દાયકાથી ઉપલબ્ધ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો