તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Scientists Find 100 Years Of Rare Cave Salamander, Not Even 7 Years Old

વૈજ્ઞાનિકોને 100 વર્ષ જીવતી દુર્લભ કેવ સેલામેન્ડર મળી, તે 7 વર્ષથી હલી પણ નથી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં પાણીની અંદર રહેલી ગુફામાંથી મળી આવ્યા, આ જીવ 12 વર્ષમાં એક વખત જગ્યા બદલે છે
  • 6 વર્ષ પહેલા, 15 ગુફાઓમાંથી બે-બે લીટર પાણી લઈને પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે, 10 ગુફાઓમાં સેલામેન્ડર રહે છે

સારજેયેવો. દક્ષિણ પૂર્વ યુરોપના દેશ બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં પાણીની અંદર રહેલી 5 ગુફાઓમાંથી એકમાં એક દુર્લભ સેલામેન્ડર (સ્થાનિક નામ બેબી ડ્રેગન) મળી છે. તે છેલ્લા 2,559 દિવસ (7 વર્ષ કરતા વધારે)થી હલી પણ નથી. લાંબા સમય સુધી ધ્યાન રાખ્યા બાદ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઓલ્મ્સ (પ્રોટીઅસ એન્ગિનસ) નામના આ ઉભયજીવીને સેલામેન્ડર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે અંધ હોય છે. પોતાના જીવનના 100 વર્ષ પાણીની અંદર વિતાવે છે. તેનુ નિવાસ સ્લોવેનિયાથી લઈને ક્રોએશિયા જેવા બાલ્કન દેશોમાં પણ છે. 


ગુફાના જીવનનો અભ્યાસ કરનારા જીવ વૈજ્ઞાનિકો માટે આ સારા સમાચાર છે કે, ક્રોએશિયામાં 7,000થી વધારે આવી દુર્લભ ગુફાઓ છે, જે મનુષ્યની પહોંચની બહાર છે. અહીં સેલામેન્ડરના શરીરના ભાગો (ડીએનએ અને ઈડીએનએ) પાણીમાં ભળી ગયા બાદ બહાર આવે છે. હંગેરિયન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના જ્યનડિટ વોરોસના જણાવ્યા પ્રમાણે, ‘પહેલાં આવા પ્રાણીઓની કલ્પના કરવામાં આવી હતી.’ અહીં ભારે વરસાદના કારણે જીવો તરીને બહાર આવ્યા બાદ અમે તેને જોઈ શકીએ છીએ. નહીં તો તેમને જોવા માટે અમારે ગુફાની અંદર જવુ પડે છે. પરંતુ હવે અમારે ગુફાના પાણીમાં રહેલા જીવોને જોઈને એ જણાવી શકીએ છીએ કે, તેઓ ત્યાં છે કે નહીં. 

10 ગુફાઓમાં સેલામેન્ડર રહે છે
વોરોસના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમે એક ટેક્નિકનો ઉપયોગ કરીને સેલામેન્ડરના પર્યાવરણીય ડીએનએ પર સર્વે કર્યો છે. આ ટેક્નિકને પહેલા વન્યપ્રાણીસૃષ્ટિ પર પ્રયોગ કરવામાં આવી છે, પરંતુ ગુફાઓમાં જોવા મળતી પ્રજાતિઓ પર પહેલી વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે 2014ની ગરમીઓમાં 15 ગુફાઓના પાણીના સેમ્પ્લ એકત્રિત કરવામાં આવ્યા હતા. દરેક ગુફામાંથી 2 લીટર પાણી લઈને પેપર ફિલ્ટર કરીને ઈ-ડીએનએ કાઢવામાં આવ્યા. ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે, 10 ગુફાઓમાં સેલામેન્ડર છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો