તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શાળા ખોલવા અંગેની વિચારણા:દિવાળી બાદ ધો.10 અને 12 માટે સ્કૂલ ખૂલશે, કેસ વધશે નહીં તો 9 અને 11ના વર્ગો શરૂ કરાશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીએ ડીઇઓ-ડીપીઇઓ અને શિક્ષણવિદ્દોના અભિપ્રાય લીધા
  • ધો.1 થી 5ની સ્કૂલ શરૂ કરવા મુદ્દે વાલીઓ અને સંચાલકોનો સ્પષ્ટ નનૈયો, ધો.9 થી 12ની સ્કૂલ શરૂ થયા બાદ કેસ નહીં વધે તો 6 થી 8ની સ્કૂલ શરૂ કરાશે

માર્ચમાં લોકડાઉન બાદ રાજ્યભરની શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે અનલોક-5 બાદ પણ સ્કૂલ શરૂ કરવાના મુદ્દે મડાગાંઠ યથાવત્ રહેતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુક્રવારે રાજ્યના તમામ ડીઇઓ-ડીપીઇઓ અને શિક્ષણવિદ્દો સાથે મિટિંગ યોજી હતી જેમાં આવેલા અભિપ્રાય મુજબ હવે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે દિવાળીના એક સપ્તાહ બાદ સ્કૂલ ખોલી દેવાશે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં કોરોના મહામારીના કેસોનો કોઇ વાંધો નહીં આવે તો તેના એક અઠવાડિયા બાદ ધો.9 અને 11ના વર્ગો શરૂ કરાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી,શાળાના સંચાલકો અને ડીઇઓ તથા ડીપીઇઓ વચ્ચે વેબિનાર યોજાયો હતો જેમાં શાળા સંચાલકોએ ધો.10-12 દિવાળીના વેકેશન બાદ ખોલી નાખવા સહમતી આપી હતી. ધો.10 અને 12ના વર્ગો શરૂ કરવાનો પ્રયોગ સફળ થાય અને કોરોનાના કેસો ન વધે તો અઠવાડિયા બાદ ધો.9 અને 11ના વર્ગો શરૂ કરી દેવાશે. જેમાં સફળતા મળ્યા બાદ ધો.6 થી 8ની સ્કૂલ શરૂ કરી દેવાશે. જ્યારે ધો.1 થી 5ની સ્કૂલ શરૂ કરવા મુદ્દે સંચાલકો કે વાલીઓ સહમત થયા ન હતા.

વાલીઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે બાળકોના જીવન હોડમાં મૂકી ન શકાય. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ રિવ્યૂ લીધા બાદ ગ્રામ્ય કક્ષાએ પણ રિવ્યૂ લેવા કાર્યવાહી હાથ ધરી છે અને એકાદ સપ્તાહમાં આ મુદ્દે નિર્ણય આવી જશે. જ્યારે અમુક વાલીઓએ માસ પ્રમોશનની માગણી કરી છે, પરંતુ હજુ તો દિવાળી પર પહેલી પરીક્ષાનું આયોજન પણ કરાયું નથી ત્યાં માસ પ્રમોશન કેવી રીતે શક્ય છે. વિદ્યાર્થીઓ તો હજુ જે તે ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે માર્ચ પહેલા માસ પ્રમોશન કેવી રીતે આપી શકાય તેવી ચર્ચા થઇ હતી.

ડીઇઓને જિલ્લા કક્ષાએ વેબિનાર યોજવા સૂચના
શિક્ષણમંત્રીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લામાં 10-10 સ્કૂલ સંચાલકો, શિક્ષણવિદ્દો અને 10-10 વાલીઓ સાથે મિટિંગો યોજી તેમના અભિપ્રાય લેવા તાકીદ કરી હતી અને ત્યારબાદ સ્કૂલ શરૂ કરવા અંગે રિપોર્ટ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો