• Home
  • Utility
  • sbi says update your kyc till 20 february otherwise bank will freeze your bank account

બેંકિંગ / SBI બેંકના ગ્રાહકોને KYC કરાવવાની છેલ્લી તારીખ 28 માર્ચ, પછી ખાતાંમાં ટ્રાન્ઝેક્શન અટકાવી દેવાશે

sbi says update your kyc till 20 february otherwise bank will freeze your bank account

Divyabhaskar.com

Feb 18, 2020, 03:22 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને 28 ફેબ્રુઆરી સુધીમાં KYCની પ્રોસેસ પૂરી કરવા જણાવ્યું છે. જો કોઈ ગ્રાહક KYC ન કરાવે તો તેનાં બેંક અકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તમામ બેંક અકાઉન્ટ માટે KYC ફરજિયાત બનાવી દીધું છે.

પૈસાની લેવડ-દેવડ નહીં કરી શકાય

  • SBIએ જણાવ્યું કે, કૃપા કરીને નવાં KYC દસ્તાવેજો સાથે તમારી SBI શાખાનો સંપર્ક કરો. જો KYC પૂરું કરવામાં નહીં આવે તો તમારાં ખાતાંમાં ભવિષ્યમાં થતો વ્યવહાર અટકાવી શકાય છે.
  • મોબાઇલ વીડિયોથી ઘરેબેઠાં KYC કરાવી શકાશે
  • રિઝર્વ બેંક ઓએ તાજેતરમાં KYC નિયમોમાં ફેરફાર કર્યા છે. આ હેઠળ, આધાર બેઝ્ડ વીડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP)ને મંજૂરી આપવામાં આવી છે. હવે બેંકો, NBFC અને અન્ય લોન આપનારી સંસ્થાઓ વીડિયો બેઝ્ડ આઇડેન્ટિફિકેશન પ્રોસેસનો ઉપયોગ KYC માટે કરી શકશે. આનાથી હવે લોકોએ KYC માટે બેંકો અથવા અન્ય સંસ્થાઓમાં જવાની જરૂર નહીં પડે.

વીડિયો KYC કેવી રીતે થશે?

  • આ નવી સુવિધા અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં રહેતી નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડ અને કેટલાક સવાલોના માધ્યમથી ગ્રાહકની ઓળખ કરી શકશે.
  • વીડિયો કોલનો વિકલ્પ ફક્ત સંબંધિત બેંક અથવા સંસ્થાના ડોમેન પર જ ઉપલબ્ધ હશે. ગ્રાહકો થર્ડ પાર્ટી સોર્સ જેવાં કે, ગૂગલ ડ્યૂઓ અથવા વ્હોટ્સએપ કોલ્સ અથવા કોઈપણ અન્ય માધ્યમથી વીડિયો કોલ નહીં કરી શકે.
  • આધાર બેઝ્ડ વીડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ હેઠળ નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડ પર આધારિત કેટલાક પ્રશ્નો પૂછીને ગ્રાહકની ઓળખની પુષ્ટિ કરશે. આ સાથે જ એજન્ટને જીઓ-કોઓર્ડિનેટ્સ હેઠળ પુષ્ટિ કરવી પડશે કે ગ્રાહક દેશમાં જ છે.
X
sbi says update your kyc till 20 february otherwise bank will freeze your bank account

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી