SBI સ્કીમ / સમયસર ઘર નહીં મળે તો SBI લોનના રૂપિયા પૈસા પરત કરશે

SBI loan money will be refunded if you do not get home in time

  • SBIએ ‘રેશિડેંશલ બિલ્ડર ફાઈનાન્સ વિથ બાયર ગેંરટી’ (RBBG) સ્કીમની જાહેરાત કરી છે
  • સમય પર મકાન નહીં મળવા પર બેંક તમને પ્રિન્સિપર અપાઉમન્ટ પાછી કરશે
  • આ સ્કીન અંતર્ગત 2.5 કરોડ રૂપિયા સુધીની હોમ લોન લઈ શકાશે

Divyabhaskar.com

Jan 09, 2020, 12:55 PM IST

યુટિલિટી ડેસ્ક. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ‘રેશિડેંશલ બિલ્ડર ફાઈનાન્સ વિથ બાયર ગેંરટી’ (RBBG) સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત SBIમાંથી હોમ લેનાર ગ્રાહકોની પાસે એક ઓપ્શન રહેશે કે જો બિલ્ડરની તરફથી ગ્રાહકને સમય પર અક્યુપન્સિ સર્ટિફિકેટ (OC) એટલે કે ઘરનો કબજો ન મળે તો બેંકને ગ્રાહકની સંપૂર્ણ પ્રિન્સિપલ અમાઉન્ટ રિટર્ન કરવી પડશે. આ યોજનાનો હેતુ હાઉસિંગ વેચાણને પ્રોત્સાહિત કરવા અને ઘર ખરીદનારાઓનો આત્મવિશ્વાસ જાળવવાનો છે.

કોણ લઈ શકશે આ યોજનાનો લાભ
આ યોજના અંતર્ગત વધુમાં વધુ 2.5 કરોડ રૂપિયાના મકાન પર લોન મળી શકે છે. ઉપરાંત બિલ્ડર પણ આ યોજના હેઠળ 50૦ કરોડથી લઈને 400 કરોડ સુધીની લોન મેળવી શકે છે. SBI બેંકના જણાવ્યા અનુસાર, તમામ બિલ્ડરોએ સરકારના નિયમો અનુસાર રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ 'રેરા' હેઠળ રજિસ્ટર્ડ કરાવવાનું હોય છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ડેડલાઈન પણ આપવાની હોય છે. એવામાં જો બિલ્ડર આ સમયમર્યાદાને ચૂકી જાય છે તો બેંક ગ્રાહકોની લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ રિટર્ન કરશે.


અક્યુપન્સિ સર્ટિફિકેટ મળે ત્યાં સુધી ગેરંટી રહેશે
બેંકના જણાવ્યા પ્રમાણે, બેંક હોમ લોન લેનાર ગ્રાહકને કોઈ હાઉસિંગ પ્રોજેક્ટમાં અલૉટ્મન્ટ લેટર એટલે કે અક્યુપન્સિ સર્ટિફિકેટ મળવા સુધી ગેરંટી આપશે. પ્રોજેક્ટ અટવાશે તો ગ્રાહકને ઘર માટે ચૂકવેલી રકમ પાછી મળી જશે.


આ રીતે કામ કરશે
જો કોઈ ખરીદદાર 1 કરોડ રૂપિયાનો ફ્લેટ બુક કરાવે છે અને 50 લાખની ચૂકવણી કરે છે અને એવામાં પ્રોજેક્ટ અટવાઈ જાય છે તો બેંક ખરીદદારને 50 લાખ રિફંડ કરશે. ગેરંટીની ડેડલાઈન અક્યુપન્સિ સર્ટિફિકેટ સાથે જોડાયેલી રહેશે.

X
SBI loan money will be refunded if you do not get home in time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી