• Home
  • National
  • SBI chief Rajnish Kumar said: No one wants to end the telecom sector

નિવેદન / SBIના વડા રજનીશકુમારે કહ્યું- ટેલિકોમ સેક્ટરને કોઈ ખતમ કરવા નથી માંગતું

SBIના વડા રજનીશકુમારની ફાઇલ તસવીર.
SBIના વડા રજનીશકુમારની ફાઇલ તસવીર.

  • એજીઆરને કારણે ટેલિકોમ કંપનીઓએ દૂર સંચાર વિભાગને 1.47 લાખ કરોડ ચૂકવવાના છે

Divyabhaskar.com

Feb 25, 2020, 03:54 AM IST
નવી દિલ્હી: એજીઆરની અવેજમાં 1.47 લાખ કરોડ રૂપિયાની ચુકવણી મુદ્દે હેરાન-પરેશાન થઈ ગયેલી ટેલિકોમ કંપનીઓ અંગે સ્ટેટ બેન્કના વડા રજનીશકુમારે કહ્યું છે કે કોઈપણ ટેલિકોમ સેક્ટરને ખતમ થાય તેમ ઇચ્છતું નથી.
ટેલિકોમ કંપનીઓએ 1.47 લાખ કરોડ ચૂકવવાના છે
મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા રજનીશકુમારે કહ્યું કે આ મુદ્દે તેઓ સરકાર સાથે વાત કરશે. આ મહિનાના પ્રારંભે રજનીશકુમારે કહ્યું હતું કે ટેલિકોમ સેક્ટરને એસબીઆઈએ 29 હજાર કરોડની લોન આપી છે. આ ઉપરાંત બેન્કે 14 હજાર કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી પણ આપી રાખી છે. જો ટેલિકોમ કંપનીઓ એજીઆરની ચુકવણી નહીં કરે તો આ બેન્ક ગેરંટી જપ્ત થઈ જાય તેમ છે. ટેલિકોમ કંપનીઓએ 1.47 લાખ કરોડ ચૂકવવાના છે. એજીઆરને કારણે ટેલિકોમ કંપનીઓએ દૂર સંચાર વિભાગને 1.47 લાખ કરોડ ચૂકવવાના છે. કોર્ટે આ અંગે નારાજગી દર્શાવી હતી. આથી ટેલિકોમ કંપનીઓમાં ભયનો માહોલ છે. આ ચૂકવણી નહીં થાય તો ટેલિકોમ કંપનીઓ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ અંગે કંપનીઓ સરકારને પણ રજૂઆત કરી ચૂકી છે.
X
SBIના વડા રજનીશકુમારની ફાઇલ તસવીર.SBIના વડા રજનીશકુમારની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી