• Home
  • Utility
  • SBI charges Rs 20 for issuing bank account statement and deposit receipt

બેંકિંગ / SBI બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિપોઝિટ રસીદ જારી કરવા માટે 20 રૂપિયા ચાર્જ વસુલે છે

SBI charges Rs 20 for issuing bank account statement and deposit receipt

  • સરકારી બેંક SBIએ સર્વિસ સાથે જોડાયેલા ચાર્જ વિશે જાણકારી આપી છે
  • તમારા અકાઉન્ટમાં બેલેન્સ 75 ટકાથી ઓછું થઈ જાય છે તો, તમારે ચાર્જ તરીકે 15 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે
  • સેવિંગ્સ અકાઉન્ટ પર એક નાણાકીય વર્ષમાં 25ની જગ્યાએ માત્ર 10 ચેક જ મફત આપવામાં આવશે

Divyabhaskar.com

Feb 20, 2020, 05:13 PM IST

યુટિલિટી ડેસ્ક. અત્યારના સમયમાં દરેક વ્યક્તિની પાસે ઘણા બેંક અકાઉન્ટ હોય છે અને ઘણીવાર તમે ન વપરાતા બેંક અકાઉન્ટનો ચાર્જ આપો છો. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ અને અકાઉન્ટ ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે તમારે ડુપ્લીકેટ પાસ બુક જારી કરવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિપોઝિટ રસીદ જારી કરવા માટે 20 રૂપિયા ચાર્જ તરીકે ચૂકવવા પડશે.

સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય અથવા ખરાબ થઈ જાય તો પર નવી પાસ બુક જારી કરવા માટે 10 રૂપિયા પ્રતિ રજિસ્ટ્રેશનની ફી છે. નોમિનેશનને કેન્સલ કરવા અથવા બદલવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. અકાઉન્ટને ટ્રાન્સફર કરવા માટે 100 રૂપિયા ચાર્જ લેવામા આવશે.

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ સર્વિસ સાથે જોડાયેલા ચાર્જ વિશે જાણકારી આપી છે.

મિનિમમ બેલેન્સઃ SBIએ પોતાની બ્રાંચને ત્રણ કેટેગરીમાં વહેંચી દીધી છે. તેમાં મેટ્રો-અર્બન, સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારનો સમાવેશ થાય છે. SBIએ શહેરોમા રહેલી બ્રાંચના ગ્રાહકો માટે એવરેજ મન્થલી બેલેન્સ (AMB)3,000 રૂપિયા રાખ્યું છે. જો કોઈ ગ્રાહક પોતાના અકાઉન્ટમાં 3,000 રૂપિયાનું બેલેન્સ મેન્ટેન ન કરી શકે અને બેલેન્સ 50 ટકાથી ઓછું (1,500 રૂપિયા) થઈ જાય છે તો તેને ચાર્જ તરીકે 10 રૂપિયા અને GST ચૂકવવો પડશે.

જો તમારા અકાઉન્ટમાં બેલેન્સ 75 ટકાથી ઓછું થઈ જાય છે તો, તમારે ચાર્જ તરીકે 15 રૂપિયા પ્લસ GST ચૂકવવો પડશે.

તેવી જ રીતે સેમી અર્બન બ્રાંચમાં SBIના ખાતાધારકોને ઓછામાં ઓછું 2,000 રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારની બ્રાંચના ગ્રાહકોને અકાઉન્ટમાં 1,000 રૂપિયા એવરેજ મન્થલી બેલેન્સ તરીકે રાખવા જરૂરી છે.

ચેક બાઉન્સ થવા પર 168 રૂપિયા ચાર્જ લાગશેઃ SBI બેંક ચેક બાઉન્સ થવાના કિસ્સામાં 168 રૂપિયાનો ચાર્જ લે છે. તેની સાથે બેંકે ચેક બુકમાં પેજ ઘટાડી દીધા છે. હવે સેવિંગ્સ અકાઉન્ટ પર એક નાણાકીય વર્ષમાં 25ની જગ્યાએ માત્ર 10 ચેક જ મફત આપવામાં આવશે. ત્યારબાદ 10 ચેક લેવા પર 40 રૂપિયા આપવા પડશે.

કેશ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શનઃ SBI એક મહિનામાં 3 મફત કેશ ડિપોઝિટ ટ્રાંઝેક્શનની ઓફર કરે છે, ત્યારબાદ તમારી પાસેથી 50 રૂપિયા અને GST ચાર્જ લે છે.

ATMમાંથી ઉપાડઃ SBI ATMમાંથી ફ્રી રોકડની વાત કરીએ તો બેંક શહેરના ગ્રાહકો કે જ્યાં ઉપાડની મર્યાદા 12 વખત નક્કી કરી છે. SBI અકાઉન્ટમાં એવરેજ મન્થલી બેલેન્સ જાળવવામાં નહીં આવે તો, દંડની રકમ વધારી દેવામાં આવશે.

ડોરસ્ટેમ બેંકિંગઃ SBI પોતાના ગ્રાહકો માટે ડોરસ્ટેમ બેંકિંગની સુવિધા પ્રદાન કરે છે. તેના માટે ગ્રાહકો પાસેથી એક નિશ્ચિત રકમ લેવામાં આવે છે. બિન નાણાકીય ડોરસ્ટેમ સેવા માટે SBI ગ્રાહકો પાસેથી 60 રૂપિયા સહિત જીએસટી ચાર્જ વસૂલે છે. તો બીજી તરફ નાણાકીય ડોરસ્ટેપ બેંકિંગ સેવા માટે આ બેંક પોતાના ગ્રાહકો પાસેથી 100 રૂપિયા સહિત GST ચાર્જ વસુલે છે.

IMPS ફંડ ટ્રાન્સફરઃ SBI કસ્ટમર્સ માટે IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાનું મફત નથી. 2 લાખ રૂપિયાથી વધુના ફંડ IMPS દ્વારા ટ્રાન્સફર કરવા માટે તમારે ચાર્જ આપવો પડશે. એવામાં તમારા માટે જરૂરી છે કે, કોઈ અનિવાર્ય સ્થિતિમાં તમે IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર કરવામા આવે.

ટ્રાન્ઝેક્શન અલર્ટઃ બેંક દ્વારા દરેકના અકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનની જાણકારી આપવાનો અર્થ એ છે કે, ગ્રાહક જાણી શકે કે, તેમના અકાઉન્ટમાથી કેટલું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. પરંતુ તેના માટે SBI ગ્રાહકોને દરેક ક્વાર્ટરમાં માટે 12 સહિત GST ચાર્જ વસુલે છે. SBI EMI અને બિલ પેમેન્ટ વગેરે અલર્ટ મોકલે છે.

X
SBI charges Rs 20 for issuing bank account statement and deposit receipt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી