IPO / સબ્સ્ક્રિપ્શન માટે 2 માર્ચે ખુલશે SBI કાર્ડ્સનો આઈપીઓ

SBI Cards IPO will open on March 2 for subscription

  • 9 હજાર કરોડનો હશે એસબીઆઈ કાર્ડ્સનો આઈપીઓ
  • આઈપીઓ અંતર્ગત 500 કરોડ રૂપિયાના નવા શેર ઈસ્યુ કરવામાં આવશે

Divyabhaskar.com

Feb 20, 2020, 01:45 PM IST

મુંબઈઃ એસબીઆઈના ક્રેડિટ યુનિટ એસબીઆઈ કાર્ડ્સનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 2 માર્ચે ખુલશે. આ IPO લગભગ નવ હજાર કરોડ રૂપિયા(1.25 અબજ ડોલર)નો હશે. 18 ટકા માર્કેટ હિસ્સાની સાથે એસબીઆઈ કાર્ડ્સ દેશની બીજી સૌથી મોટી ક્રેડિટ કાર્ડ કંપની છે. કંપની પ્રોસ્પેક્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એસબીઆઈ કાર્ડ્સ 500 કરોડ રૂપિયાના નવા શેર ઈસ્યુ કરશે અને 13.05 કરોડ શેર વચશે.

IPOની બોલી પ્રક્રિયા 5 માર્ચના રોજ બંધ થશે

બોલી પ્રક્રિયા 5 માર્ચના રોજ બંધ થશે. એસબીઆઈ કાર્ડ્સમાં એસબીઆઈની પાસે 76 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો હિસ્સો કાર્લાઈલ ગ્રુપની પાસે છે. કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, ડીએસપી મેરિલ લિન્ચ, નોમુરા ફાઈનાન્શિયલ એડવાઈઝરી, એસએસબીસી સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ આઈપીઓ ઈશ્યુના લીડ મેનેજર છએ.

X
SBI Cards IPO will open on March 2 for subscription

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી