તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધેરીને મુંબઈનો હિસ્સો ના ગણાવીને સૈફ અલી ખાન ફરી એકવાર ટ્રોલ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સૈફ અલી ખાન આજકાલ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ સૈફ અલી ખાને કહ્યું હતું કે બ્રિટિશ શાસન પહેલાં ઈન્ડિયાનો કોઈ કોન્સેપ્ટ નહોતો અને ત્યારબાદ તેને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે, સૈફ અલી ખાને કહ્યું કે અંધેરી એ મુંબઈ નથી, જેને કારણે તે સોશિયલ મીડિયામાં ફરીવાર ટ્રોલ થયો છે.

શું કહ્યું સૈફ અલી ખાને?
સૈફ અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સૈફ અલી ખાન કારમાં બેસીને ઈન્ટરવ્યૂ આપતો હોય છે. ઈન્ટરવ્યૂની શરૂઆતમાં એન્કર કહે છે, ‘આપણે બોમ્બેની ડ્રાઈવ પર છીએ અને આને બોમ્બે જર્ની કહે છે.’ આ વાત સાંભળીને સૈફ અલી ખાન કહે છે, ‘ટેકનીકલી તમે જેને બોમ્બે કહો છે, તે મુંબઈ છે. આ મુંબઈ નહીં પણ અંધેરી છે.’ 

યુઝર્સે ટ્રોલ કર્યો
સૈફ અલી ખાનની વાત સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો. યુઝર્સે કહ્યું હતું કે સૈફ અલી ખાનને ઈતિહાસ તથા ભૂગોળ બંનેમાં ખબર પડતી નથી. ફિલ્મ ડિરેક્ટર સંજય ગુપ્તાએ સૈફ અલી ખાનની વાત સાંભળીને કહ્યું હતું કે તે અંધેરીમાં રહે છે અને હવે તે મુંબઈકર નથી. ટીવી ક્વીન એકતા કપૂરે કહ્યું હતું કે તે મુંબઈના જૂહુમાં રહે છે અને તેની ઓફિસ અંધેરીમાં છે. ટેકનિકલી તે રોજ કામ માટે શહેરની બહાર છે. 

સંજય ગુપ્તાએ સૈફ અલી ખાનની વાત પર આ રીતે કમેન્ટ કરી હતી
સંજય ગુપ્તાએ સૈફ અલી ખાનની વાત પર આ રીતે કમેન્ટ કરી હતી

ભારતને લઈ શું બોલ્યો હતો સૈફ અલી ખાન?
થોડા સમય પહેલાં જ સૈફ અલી ખાને અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ‘તાનાજી’માં તેના પાત્ર ઉદયભાન રાઠોડને લઈ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે તેને આ પાત્ર ઘણું જ દમદાર લાગ્યું હતું અને તેથી જ તે આ પાત્રને ના પાડી શક્યો નહીં. જોકે, આમાં પોલિટિકલ નેરેટિવ બદલી નાખવામાં આવ્યું હતું અને તે ઘણું જ ખતરનાક છે. આ સાથે જ સૈફે સ્વીકાર્યું હતું કે તે કેટલાંક કારણોસર કોઈ સ્ટેન્ડ લઈ શક્યો નહીં પરંતુ નેકસ્ટ ટાઈમ તે જરૂર આવું કરશે. તે પોતાના પાત્રને લઈ ઘણો જ ઉત્સાહી હતો. જોકે, આ કોઈ ઈતિહાસ નથી. તેને ખ્યાલ છે કે ઈતિહાસ શું છે. વધુમાં સૈફે કહ્યું હતું કે ભારતની કલ્પના અંગ્રેજોએ આપી છે અને આ પહેલાં ભારત નહોતું. ફિલ્મમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. તેઓ આ બાબતને લઈ કોઈ તર્ક આપી શકે નહીં પરંતુ સાચી વાત આ જ છે. આટલું જ નહીં સૈફે વર્તમાન પરિસ્થિતિને લઈને કહ્યું હતું કે જે રીતે દેશ આગળ વધી રહ્યો છે તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે દેશમાં સેક્યુલરિઝમનું નામો નિશાન મટી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser