સાયરા ગેંગરેપ વિથ મર્ડર / સાયરા યુવતી મોત કેસ : ત્રણેય આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ

Sayarar collegian girl murder and physical abuse case CID Crime SIT investigate accused remand

Divyabhaskar.com

Jan 24, 2020, 01:42 PM IST
મોડાસા: સાયરા (અમરાપુર)ની યુવતી પર ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ CID ક્રાઇમની SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) કરી રહી છે. ત્યારે આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ આજે શુક્રવારે પૂરા થયા છે. ત્રણેય આરોપીઓને સીઆઇડી ક્રાઇમની ટીમ ઇન્ટ્રોગેશન માટે ગુરુવાર બપોરે ગાંધીનગર લઈ ગઇ હતી. લાશ મળ્યાના 20 દિવસ થવા છતાં ચોથો આરોપી પોલીસ પકડથી દૂર છે. SIT આ મામલે એકબાદ એક ઘટસ્ફોટ કરી રહી છે. અગાઉના રિમાન્ડ સમયે એક આરોપીએ શારીરિક સંબંધો કબૂલ્યા હતા.
તપાસથી પીડિત પરિવાર શરૂઆતથી નારાજ
ગેંગરેપ અને મર્ડર કેસમાં પોલીસે ચાર આરોપીઓ સામે હત્યા, દુષ્કર્મ, અપહરણનો ગુનો નોંધ્યા પછી તપાસ શરૂ કરી હતી. મોડાસા પોલીસની ઢીલી તપાસથી શરૂઆતથી જ મૃતક યુવતીનો પરિવાર નારાજ હતો. જેના કારણે સૌથી પહેલા મોડાસા ટાઉન પીઆઇની બદલી કરી દેવાઈ હતી. આ પછી પીડિત પરિવારે ગાંધીનગર જઈને રજૂઆત કરી હતી. જેના કારણે ડીજીપીએ આ કેસની તપાસ અરવલ્લી પોલીસ પાસેથી લઈ સીઆઇડી ક્રાઈમને સોંપી દીધી હતી અને મોડાસા ટાઉન પી.આઈને સસ્પેન્ડ કરી દીધા હતા.
કોર્ટમાં પીડિતા અને આરોપી બિમલના મોબાઈલ સંપર્ક ખૂલ્યા
19 જાન્યુ.થી ડીઆઈજી ગૌતમ પરિવારના નેતૃત્વમાં ત્રણ સભ્યોની SIT આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન ધરપકડ કરાયેલા બિમલ ભરવાડ સહિત ત્રણે આરોપીઓના પોલીસે પુન: મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. મૃતકની મોટી બહેનનું પણ પોલીસે નિવેદન લીધું હતું. આ સિવાય મોબાઈલ કોલ ડિટેઈલના આધારે પોલીસે આ પણ શોધી કાઢ્યું હતું કે, મૃતક યુવતી અને આરોપી બિમલ ભરવાડ વચ્ચે 13 દિવસમાં એટલે કે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 214 વાર મોબાઈલ પર વાત થઈ હતી.
યુવતીની લાશ મળ્યાના પાંચમા દિવસે ફરિયાદ
મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી પાંચ દિવસે 5 જાન્યુઆરીએ લાશ મળી હતી. યુવતીના પરિવારજનો અને સમાજની પોલીસે માંગણી ન સ્વીકારતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને 6 જાન્યુઆરીએ મોડાસામાં ચક્કાજામ અને ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી. તેમજ યુવતીના મૃતદેહને તે જ રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો.
યુવતીની લાશ મળ્યાના અઠવાડિયે આરોપી પકડાયા
8 જાન્યુઆરીએ પીએમ કરાવ્યા બાદ યુવતીના પરિવારે આરોપીઓની અટકાયતની માગ સાથે લાશ સ્વીકારી ન હતી. જો કે તેના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયા હતા. 9 જાન્યુઆરીએ સમાજના રીતરિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમવિધિ કરાઈ હતી. 11 જાન્યુઆરીએ 3 આરોપીએ સરેન્ડર કરતા એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. 13 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહિલા પંચના ડો. રજૂલ દેસાઈએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આજ દિવસે આરોપીને મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
18મી જાન્યુઆરીએ SIT રચાઈ
18મી જાન્યુઆરીએ પણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે 18મીએ જ રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને એસઆઈટી રચાઈ હતી. 19 જાન્યુઆરીએ SITએ વડ પર યુવતીનો લટકતા મળેલા મૃતદેહ સુધીની ઊંચાઈ માપી હતી. જ્યારે યુવતીના પરિવાર પાસે પહોંચીને બેઠક કરી હતી. 21મીએ CID ક્રાઇમની SITએ બિમલ ભરવાડ,દર્શન ભરવાડ અને જીગર પરમાર એમ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. SITની તપાસમાં પીડિતા અને બિમલ ભરવાડના મોબાઈલ સંપર્ક ખૂલ્યા હતા અને એક આરોપીએ દુષ્કર્મ સ્વીકાર્યું હતું.
X
Sayarar collegian girl murder and physical abuse case CID Crime SIT investigate accused remand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી