તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષે દરેક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીને સરખી કિંમતનો સુવર્ણચંદ્રક આપશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘દિવ્ય ભાસ્કર’ની ટકોર બાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હિતમાં નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 19મી ડિસેમ્બરના રોજ યોજાનારા પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને એક સરખી કિંમતનો જ સુવર્ણચંદ્રક આપવા નિર્ણય કરાયો છે. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને રૂ.10 હજારનો ગોલ્ડ મેડલ તો કોઈ વિદ્યાર્થીને માત્ર રૂ.1600ની કિંમતનો મેડલ આપવામાં આવતો હતો જે અંગે ‘દિવ્ય ભાસ્કરે’ સ્ટેન્ડ લઇ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ આ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઇને દરેક ગોલ્ડ મેડાલિસ્ટને એકસરખો આશરે રૂ.7000ની કિંમતનો સુવર્ણચંદ્રક આપવામાં આવશે. 19મી ડિસેમ્બરે યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે 150 જેટલા ગોલ્ડ મેડાલિસ્ટને રૂબરૂ પડવી એનાયત કરાશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા નહીં કરાય. જુદી જુદી 14 ફેકલ્ટીના 29,673 વિદ્યાર્થીને પોતાની ડિગ્રી તેમના ઘેર મોકલી દેવામાં આવશે.

સમજો, શા માટે અત્યાર સુધી ગોલ્ડમેડલની કિંમત વિભિન્ન હતી
ધારો કે એક ફેકલ્ટીના દાતાએ 5 લાખ રૂપિયાનું દાન ગોલ્ડમેડલ માટે આપ્યું છે જ્યારે બીજી ફેકલ્ટીના દાતાએ 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. યુનિવર્સિટી આ બંનેના દાનની રકમના દર વર્ષે આવતા વ્યાજની રકમના આધારે ગોલ્ડ મેડલ બનાવે છે. ધારો કે પહેલી ફેકલ્ટીના દાનની રકમ 5 લાખનું 5% લેખે 25,000 રૂપિયા વ્યાજ આવે છે તો તે ફેકલ્ટીના વિદ્યાર્થીને 25 હજારની કિંમતનો ગોલ્ડમેડલ મળશે. બીજી ફેકલ્ટીના દાતાની દાનની એકમ રૂ. 50,000નું 5% લેખે 2500 રૂપિયા વ્યાજ આવે છે તો તે છાત્રને માત્ર 2500 રૂપિયાની કિંમતનો ગોલ્ડમેડલ મળશે.

કોરોનાકાળમાં પણ યુનિ.માં પદવીદાન સમારોહ યોજાશે
તહેવારો બાદ રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, સરકારે શહેરના ચાર મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યૂ પણ અમલી કરી દીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કોરોના પ્રવેશવાનો ન હોય તેમ 19મી ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજવાની તૈયારી ચાલી રહી છે જેમાં 150 જેટલા વિદ્યાર્થી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પણ જોડાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો