શિક્ષકનો પરિવાર માત્ર ત્રણ ફૂટનું અંતર કાપી ન શકાયું અને ત્રણ માનવ જીંદગી હોમાઇ ગઇ

નવોદય વિદ્યાલયની હોસ્ટેલમાં પુર પછીની પરિસ્થિતિ
નવોદય વિદ્યાલયની હોસ્ટેલમાં પુર પછીની પરિસ્થિતિ
શિક્ષક અનિરૂધ્ધ શર્માનું શાળા કેમ્પસમાં આવેલું નિવાસસ્થાન
શિક્ષક અનિરૂધ્ધ શર્માનું શાળા કેમ્પસમાં આવેલું નિવાસસ્થાન
નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ
નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ
11:40 કલાકે ઘડિયાણનાં કાંટા પણ થંભી ગયા
11:40 કલાકે ઘડિયાણનાં કાંટા પણ થંભી ગયા
પરિવાર ગુમાવના શિક્ષક અનિરૂધ્ધ શર્મા
પરિવાર ગુમાવના શિક્ષક અનિરૂધ્ધ શર્મા
Dilip Raval

Dilip Raval

Jun 26, 2015, 11:44 PM IST
અમરેલી : મારો પુત્ર ભણવામાં હોશીયાર હતો, કડકડાટ અંગ્રેજી બોલતો હતો. મને ખબર છે તે જીવીત મળવાનો નથી. કારણ કે દશ-દશ ફૂટ ઉંચા પાણીનો પ્રવાહ તેને તાણી ગયો છે. જીવીત મળે તો ચમત્કાર કહેવાય પરંતુ મને ચમત્કારની આશા નથી. પત્ની અને પુત્રીના અંતિમ સંસ્કાર કરી હવે હું પુત્રની લાશ શોધી રહ્યો છું. તે મળી જાય તો અંતિમ સંસ્કાર કરી વતનમાં ચાલ્યો જઇશ. સરકાર બદલી નહીં કરી દે તો નોકરી છોડી દઇશ. પણ મારે હવે અમરેલીમાં નથી રહેવું. અહીં મારૂ સર્વસ્વ લૂંટાઇ ગયુ છે. આ શબ્દ છે અમરેલી નજીક ભંડારીયામાં આવેલા નવોદય વિદ્યાલયના વિપ્ર શિક્ષક અનિરૂધ્ધ શર્માના.
Paragraph Filter
- જેના માટે નોકરી કરતો હતો તેજ નથી રહ્યા
- નવોદય વિદ્યાલયના શિક્ષકનો પરિવાર ઘર બહાર તો નીકળ્યો પરંતુ છતના દાદરા ન ચઢી શક્યો : માતા-પુત્રીની લાશ મળી : પુત્ર લાપત્તા

અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ તાંડવે શર્માજીના પરિવારને તબાહ કરી દીધો છે. બુધવારે તેમના સરકારી આવાસમાં દશ ફૂટ ઊંચો જળપ્રવાહ ધસી આવતા પત્ની ઉપરાંત આઠ વર્ષનો પુત્ર અને 11 વર્ષની પુત્રી તણાઇ ગયા હતાં. જે પૈકી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો પરંતુ તેમના પુત્રની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
ભાળ મેળવવા તંત્ર શેત્રુજીનો કાંઠો ખુંદી રહ્યુ છે. બુધવારે અનિરૂધ્ધ શર્મા ઘરે હાજર ન હતાં. તેઓ ઇચ્છતા હતા કે ભંડારીયાથી તેમની બદલી આણંદ ખાતે કરી દેવામાં આવે. લેખીત માંગણીઓ પણ વારંવાર થઇ છતાં બદલી ન થઇ. દરમીયાન પહેલી તારીખે વેકેશન ખુલે તે પહેલા બદલી માટે એચઆરડી મીનીસ્ટરને મળવા તેઓ દિલ્હી જવા માટે નિકળ્યા હતાં. હજુ તો તેઓ અમદાવાદ પહોંચ્યા ત્યાં પાછળ જળ હોનારત સર્જાઇ ગઇ.
આગળની સ્લાઇડ્સમાં વાચોઃ સવારે પરિવાર સાથે વાત કરી અને સાંજે ત્રણેયના મોતના સમાચાર મળતાં શિક્ષકના માથે જાણે કે આભ ફાટ્યું, પીડિત શિક્ષકે કહ્યું, સર્વસ્વ લુંટાઇ ગયુ હવે કોના માટે નોકરી કરું....
X
નવોદય વિદ્યાલયની હોસ્ટેલમાં પુર પછીની પરિસ્થિતિનવોદય વિદ્યાલયની હોસ્ટેલમાં પુર પછીની પરિસ્થિતિ
શિક્ષક અનિરૂધ્ધ શર્માનું શાળા કેમ્પસમાં આવેલું નિવાસસ્થાનશિક્ષક અનિરૂધ્ધ શર્માનું શાળા કેમ્પસમાં આવેલું નિવાસસ્થાન
નવોદય વિદ્યાલયનું બિલ્ડિંગનવોદય વિદ્યાલયનું બિલ્ડિંગ
11:40 કલાકે ઘડિયાણનાં કાંટા પણ થંભી ગયા11:40 કલાકે ઘડિયાણનાં કાંટા પણ થંભી ગયા
પરિવાર ગુમાવના શિક્ષક અનિરૂધ્ધ શર્માપરિવાર ગુમાવના શિક્ષક અનિરૂધ્ધ શર્મા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી