રાશિ પરિવર્તન / 24 જાન્યુઆરીથી ધન, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી શરૂ થઇ જશે, અન્ય રાશિ ઉપર ક્યારે લાગશે?

Saturn transits on 24th January 2020, Sagittarius, Aquarius and Capricorn will face sada sati

Divyabhaskar.com

Jan 21, 2020, 11:37 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિદેવ 24 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિદેવના પ્રવેશથી કુંભ રાશિની સાડાસાતી શરૂ થઇ જશે. ત્યાર બાદ સાડાસાત વર્ષ સુધી કુંભ જાતકોએ શનિદેવના પ્રભાવમાં રહેવું પડશે. શનિ જ્યારે કોઇપણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એક રાશિ આગળ અને એક રાશિ પાછળ સાડાસાતી શરૂ થઇ જાય છે. આ વર્ષે શનિની મોટી પનોતી ધન, મકર અને કુંભ જાતકો ઉપર રહેશે. આ લેખમાં જાણો અન્ય રાશિઓ ઉપર સાડાસાતી ક્યારે લાગશે.

 • 29 એપ્રિલ 2022માં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે એક રાશિ આગળ અને એક રાશિ પાછળ એટલે મકર, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 12 જુલાઈ 2022થી શનિ વક્રી થઇને ઊંધી ચાલ ચાલીને મકર રાશિમાં આવી જશે. ત્યારે ધન, મકર અને કુંભ રાશિમાં સાડાસાતી શરૂ થઇ જશે.
 • 17 જાન્યુઆરી 2023માં શનિ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મકર, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 29 માર્ચ 2025એ શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે કુંભ, મીન અને મેષ રાશિના જાતકો ઉપર શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 3 જૂન 2027માં શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મીન, મેષ અને વૃષભ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 20 ઓક્ટોબર 2027માં મીન રાશિમાં શનિદેવ પ્રવેશ કરશે. ત્યારે એક રાશિ આગળ અને એક રાશિ પાછળ એટલે કુંભ, મીન અને મેષ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 23 ફેબ્રુઆરી 2028માં મેષ રાશિમાં શનિ ગોચર કરશે. ત્યારે મીન, મેષ અને વૃષભ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 8 ઓગસ્ટ 2029માં વૃષભ રાશિમાં શનિદેવનો પ્રવેશ થશે. ત્યારે મેષ, વૃષભ અને મિથુન રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 5 ઓક્ટોબર 2029 શનિ વક્રી થઇને ઊંધી દિશામાં ચાલીને ફરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મીન, મેષ અને વૃષભ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
 • 17 એપ્રિલ 2030માં શનિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે મેષ, વૃષભ અને મિથુન રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે.
X
Saturn transits on 24th January 2020, Sagittarius, Aquarius and Capricorn will face sada sati

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી