રાશિ પરિવર્તન / 24 જાન્યુઆરીએ શનિ મકર રાશિમાં પ્રવેશ કરશેઃ મિથુન-તુલા ઉપર ઢૈય્યા અને કુંભ ઉપર સાડાસાતી રહેશે

Saturn enters Capricorn on January 24: Gemini-Libra will face thaiya and Aquarius will face sada sati

Divyabhaskar.com

Jan 18, 2020, 01:04 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ન્યાયના કારક દેવતા શનિદેવ તા. 24/૦1/2020 ના રોજ 09:56 વાગ્યાથી પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે. તા.17/01/2023 સુધી શનિદેવ આ જ રાશિમાં ભ્રમણ કરશે. આ દરમિયાન તા. 29/04/2022 થી તા. 12/09/2022 સુધીમાં કુંભ રાશિમાં પણ ભ્રમણ કરશે. તા. 24/01/2020 થી 21/01/2021 સુધી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરશે અને તા.24/01/2020 થી 21/02/2020 અને તા. 06/08/2020 થી 20/11/2020 સુધી મકર નવાંશ (વર્ગોત્તામી)માં ભ્રમણ કરશે. આ વિશે અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા પ્રમાણે કઇ રાશિ ઉપર શનિની પનોતી રહેશે અને રાશિ પ્રમાણે શનિ કેવું ફળ આપશે તે બાબતે જાણો.

શનિની પનોતીઃ
નાની પનોતીઃ
- મિથુન, તુલા
મોટી પનોતીઃ- ધન, મકર, કુંભ

શનિના રાશિ પરિવર્તન પ્રમાણે પાયોઃ-
સોનાનો પાયોઃ-
સિંહ, મકર, મીન
ચાંદીનો પાયોઃ- વૃષભ, કન્યા, ધન
તાંબાનો પાયોઃ- મેષ, કર્ક, વૃશ્ચિક
લોઢાનો પાયોઃ- મિથુન, તુલા, કુંભ

પાયા મુજબ ફળ:

સોનાનો પાયોઃ- શ્રમ પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.
ચાંદીનો પાયોઃ- સારું ફળ પ્રાપ્ત થશે.
તાંબાનો પાયોઃ- સાધારણ ફળ પ્રાપ્ત થશે.
લોઢાનો પાયોઃ- પરીક્ષા કરીને ફળ પ્રાપ્ત થશે.

શનિ રાશિપરિવર્તનનું બારેય રાશિઓ માટે ફળઃ-

મેષઃ- કામકાજમાં ધીરજ રાખી કામ કરો તો સફળતા અપાવશે, ખર્ચ પર અંકુશ રહેશે નહીં.


વૃષભઃ- યાત્રા કે જાત્રા થઈ શકે છે, નાની પનોતી પૂર્ણ થશે. આરોગ્ય બાબત કાળજી રાખવી.


મિથુનઃ- શારીરિક, માનસિક બેચેની લાગે, વાદ-વિવાદથી દૂર રહેવું, ભક્તિમાં ધ્યાન રાખવું.


કર્કઃ- ગેરસમજથી બચવું, પરિવાર કે મિત્રો સાથે વાર્તાલાપ દરમિયાન કાળજી રાખવી, વાહન ધીમે ચલાવવું.


સિંહઃ- લોન સંબંધિત કામકાજમાં ધ્યાન રાખવું, કુટુંબના કામકાજમાં સારું યોગદાન આપો, હિત શત્રુ નિયંત્રણમાં રહે.


કન્યાઃ- નાની પનોતી પૂર્ણ થાય છે. પ્રેમ-પ્રસંગ કે વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય. અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે

.
તુલાઃ- મોજશોખ પાછળ ખર્ચ થાય, મન દુઃખ થવાની ઘટનાઓ બને, મુસાફરી થાય.


વૃશ્ચિકઃ- સાડાસાતી પૂર્ણ થાય છે. પરિવાર સાથે વિચાર મતભેદથી બચવું, નવીન કાર્ય થઈ શકે.


ધનઃ- પરિવાર સાથે ગેરસમજથી બચવું, કામકાજ કે રહેઠાણમાં પરિવર્તન થઈ શકે છે.


મકરઃ- માનસિક અને શારીરિક દુવિધા રહે, આકસ્મિક ખર્ચ વધે, કોઈની ચિંતા તમને વધુ નાખુશ રાખી શકે છે.


કુંભઃ- નાણાં વ્યય થાય, બચત કરવી અઘરી બને, વિવાદથી દુર રહેવું, ભક્તિ કરવી વધુ યોગ્ય છે.


મીનઃ- કોઈ પ્રસંગ હેતુ ખર્ચ વધે, કરુક્ષેત્રમાં પ્રગતિ કે પરિવર્તન થઈ શકે, નવીન કાર્યનું આયોજન થઈ શકે છે.

ભક્તિઃ-
1. દરરોજ સવારે શિવ જાપ અને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું.

2. દરરોજ રાત્રે હનુમાન ચાલીસનો પાઠ કરવો.

3. દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો.
4. દર શનિવારે સાંજે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષ નીચે તેલનો ઊભી વાટનો દીવો કરવો
5. જરૂરિયાતમંદ લોકોને પોતાની યથાશક્તિ મુજબ મદદ કરવી. ગાય, કૂતરાને રોટલી આપવી.

X
Saturn enters Capricorn on January 24: Gemini-Libra will face thaiya and Aquarius will face sada sati

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી