અમદાવાદ / સરખેજ પોલીસે સીમમાં આવેલા ગોડાઉન અને ટ્રકમાં 18 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપ્યો, 4ની ધરપકડ

Sarkhej police seize rs 18 lakh liquor from a godown and truck near sarkhej chavdi

  • પોલીસે બાતમીના આધારે રેડ કરીને 168 પેટીમાં 1968 બોટલ દારૂ ઝડપ્યો

Divyabhaskar.com

Oct 21, 2019, 02:19 PM IST

અમદાવાદ: જિલ્લાના બાવળા પાસે પોલીસે બંગલો ભાડે રાખીને બર્થ ડે પાર્ટી કરતા 10 નબીરાને દારૂની પાર્ટી કરતા ઝડપ્યા છે. ત્યારે સરખેજ પોલીસે દારૂની 164 પેટીમાં 1968 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત રૂ. 18,38,511નો મુદ્દામાલ કબજે કર્યો છે. દિવાળીના તહેવારો પર દારૂના શોખીનો માટે બૂટલેગરો દારૂ લાવ્યાની શક્યતા છે. પરંતુ પોલીસે મોટો જથ્થા ઝડપી પાડતા દારૂના શોખીનોની મહેફિલના પ્લાનિંગ પર પાણી ફેરવાઈ ગયું છે.
પોલીસે બાતમીને આધારે સરખેજની સીમમાં દારૂ ઝડપ્યો
સરખેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ બીબી ગોયલને બાતમી મળી હતી. જેને પગલે સરખેજ ગામની સીમમાં સરખેજ ચાવડી પાછળ ભંગારના ગોડાઉનના રૂમ અને ટ્રક એચઆર 55 ટી 2968માંથી ભારતીય બનાવટનો 750 મિલિનો વિદેશી દારૂની કાચની 1968 બોટલો ઝડપી પાડી હતી. જેની કિંમત રૂ. 5,90,400, 5 મોબાઈલ કિંમત રૂ. 16 હજાર અને રોકડ રૂ. 5900 તેમજ સુઝુકી એક્સેસ કિંમત રૂ. 40 હજાર અને ટ્રક કિંમત રૂ. 10 લાખ તથા તેમાં ભરેલો માલસામાન કિંમત રૂ. 1 લાખ સહિત કુલ રૂ.18,38,511નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓ
મકસૂદ ઈકબાલ મુસાભાઈ મેમણ (ઉ.વ.36) 111 બાગે કૌસદ નારોલ બીબી તળાવ રોડ કેનાલ પાસે વટવા
આઝમ રહેમતુલ્લા રમઝાન શેખ (ઉ.વ.32) હાકીમની ચાલી લાલ બહાદૂર શાસ્ત્રી સ્ટેડિયમ સામે બાપુનગર
નોમાન કમરૂદ્દીન રાહિભાણ મેઉ (ઉ.વ.32) હાઉસા, મસ્જીદ પાસે ઉમરા20 ઉમરા મેવાત હરીયાણા
લિયાકતકાન અકબરખાન નૂરુ મેઉ (ઉ.વ.30) સદર

X
Sarkhej police seize rs 18 lakh liquor from a godown and truck near sarkhej chavdi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી