અમદાવાદ / દેશમાં સૌ પ્રથમવાર રિંગ રોડના ટોલ બૂથ સસ્પેન્ડ કરાયા, મોટા વાહનો પાસે ટોલ ટેક્સ નહીં વસૂલાય

ફાઈલ તસવીર- રિંગ રોડ પરનો ટોલ બૂથ
ફાઈલ તસવીર- રિંગ રોડ પરનો ટોલ બૂથ

  • રોડ મેઈન્ટેનન્સ અને ટ્રી પ્લાન્ટેશનની નબળી કામગીરીને પગલે કાર્યવાહી કરાઈ
  • એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવાયા
  • રોજ આ રોડ પર 25 લાખનો ટોલ લેવામાં આવે છે

Divyabhaskar.com

Dec 10, 2019, 03:03 AM IST
અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડની મરામતમાં બેદરકારી દાખવનારા સદભાવ એન્જિનિયરિંગે રોજનો 25 લાખ ટોલ ટેક્સ ઔડાના ખાતામાં જમા કરાવવાનો રહેશે. છેલ્લા બે મહિનાથી રોડની મરામતમાં અક્ષમ્ય બેદરકારી બદલ ઔડા ચેરમેન વિજય નેહરાએ આ આદેશ કર્યો હતો. અગાઉ બેદરકારી બદલ ત્રણ વખત નોટિસ આપવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી. 78 કિલોમિટરનો રિંગ રોડ રિસરફેસ કરવાનો છે પરંતુ તે નહીં કરાતા જયાં સુધી યોગ્ય ધોરણે આ કામગીરી કરાશે નહીં ત્યાં સુધી દૈનિક ધોરણે સદભાવ એન્જિનિયરિંગ દ્વારા લેવાતો 25 લાખનો ટોલ ટેક્સ ઔડાના ખાતામાં જમા થશે. ઔડાના કાર્યપાલક ઈજનેર એ.કે. પાઠકને ઔડાના ચેરમેને સસ્પેન્ડ કર્યા છે.
સરદાર પટેલ રિંગ રોડની મરામત કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરી દેવાતા ચેરમેન વિજય નેહરા, ઔડા સીઈઓ એ.બી.ગોર અને રોડનો કોન્ટ્રાકટ ધરાવતી સદભાવ એન્જિનિયરિંગના ચેરમેન અને ડાયરેક્ટરને સાથે રાખીને શનિવારે રિંગ રોડનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.જેમાં કામગીરીમાં બેદરકારી જણાતા તેમના દ્વારા લેવામાં આવતો ટોલટેક્સ ઔડાના એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા માટે આદેશ કરાયો છે. રોજ આ રોડ પર 25 લાખનો ટોલ લેવામાં આવે છે. જ્યાં સુધી યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ટોલ ઔડાના ખાતામાં જ કંપનીએ જમા કરાવવાનો રહેશે.
ઔડાના કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ
એસપી રિંગ રોડની ખરાબ સ્થિતિ સુધારવા માટે યોગ્ય પગલા લેવા માટે ઔડાના ચેરમેન વિજય નેહરાની સૂચનાથી સતત 3 વખત કાર્યપાલક ઇજનેરને નોટિસ આપવામાં આવી હતી. શનિવારે વિજય નેહરા એસપી રિંગ રોડ પર તમામ અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરને વ્યક્તિઓ સાથે ફર્યા હતા. ત્યાં અનેક ગાબડા મળી આવતાં તેમણે ઇજનેરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ ઇજનેર એ.કે. પાઠક નિવૃત્તિ બાદ એક્સ્ટેન્શન મેળવીને કામગીરી કરી રહ્યા હતા. એસપી રિંગ રોડના રિસરફેસિંગમાં છેલ્લા બે મહિનાથી બેદરકારી દાખવવામાં આવે છે. કોન્ટ્રાક્ટર લાખોનો ટોલ વસૂલ કરતો હોવા છતાં કોઈ અસરકારક કામગીરી થતી ન હતી.
આ કામગીરી બંધ કરી દીધી
  • રોડ રિસરફેસ
  • ડ્રેનેજ પેનલની સફાઈ
  • સેન્ટ્રલ વર્જનું રિપેરિંગ
X
ફાઈલ તસવીર- રિંગ રોડ પરનો ટોલ બૂથફાઈલ તસવીર- રિંગ રોડ પરનો ટોલ બૂથ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી