સેલેબ લાઈફ / સારા અલી ખાને કહ્યું, પિતા સૈફના બીજા લગ્નમાં માતાએ સૌથી સુંદર ચણિયાચોળી ગિફ્ટમાં આપી હતી

Sara Ali Khan says, In the second marriage of her father Saif, mother gave the most beautiful lehenga gift

Divyabhaskar.com

Oct 03, 2019, 06:17 PM IST

મુંબઈઃ સારા અલી ખાને હાલમાં જ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેના પિતા સૈફ અલી ખાને કરીના સાથે બીજા લગ્ન કર્યાં હતાં ત્યારે તેની માતા અમૃતાએ તેને સૌથી સુંદર ચણિયાચોળી ગિફ્ટમાં આપી હતી.

માતાએ ચણિયાચોળી અબુ-સંદિપ પાસે તૈયાર કરાવી હતી
સારાએ કહ્યું હતું કે જ્યારે તેના પિતાના કરીના સાથે લગ્ન નક્કી થયા ત્યારે તે માતાની સાથે લોકરમાં જ્વેલરી કાઢવા માટે ગઈ હતી. તેણે માતાને પૂછ્યું હતું કે તેણે કયા ઈયરરિંગ્સ પહેરવા જોઈએ? માતાએ ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદિપ ખોસલાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે સૈફના લગ્ન થવા જઈ રહ્યાં છે અને તે ઈચ્છે છે કે સારા સૌથી બેસ્ટ ચણિયાચોળી પહેરે.

સૈફ-કરીનાએ 2012મા લગ્ન કર્યાં હતાં
સૈફ તથા કરીનાએ 16 ઓક્ટોબર, 2012મા લગ્ન કર્યાં હતાં. કરીના પતિ સૈફ કરતાં 10 વર્ષ નાની છે. સારાએ ઘણીવાર સ્વીકાર કર્યો છે કે તેણે તથા તેના ભાઈ ઈબ્રાહિમે કરીનાનો પિતાની બીજી પત્ની તરીકે સ્વીકાર કરી લીધો છે અને તેમના સંબંધો ઘણાં જ સામાન્ય છે.

‘કુલી નંબર 1’ની રીમેકમાં વ્યસ્ત
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારાએ ગયા વર્ષે ‘કેદારનાથ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં જોવા મળી હતી. હાલમાં સારા એક્ટર વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત કાર્તિક આર્યન સાથે પણ એક ફિલ્મ કરી છે. આ બંને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

X
Sara Ali Khan says, In the second marriage of her father Saif, mother gave the most beautiful lehenga gift

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી