તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોલંમલોલ:જામનગરમાં મતદાર યાદી સુધારણામાં બૂથ ઉપર સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં કોરોનાના સંક્રમણ વચ્ચે બીએલઓને માસ્ક ન આપતા કચવાટ
  • લોકોની ભીડ ન થાય તે માટે ટોકન સિસ્ટમ સહિતની વ્યવસ્થા કરવા ફરજ પરના કર્મીઓમાં ઊઠેલી માગણી

જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાન મથક ઉપર સેનેટાઇઝર, સોશિયલ ડીસ્ટન્સ સહીતના નિયમોનો ઉલાળિયો થતાં મતદારો અને બીએલઓમાં નારાજગી જોવા મળી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે બીએલઓને માસ્ક આપવામાં ન આવતા કચવાટની લાગણી ફેલાઇ છે. મતદાન મથકો પર લોકોની ભીડ ન થાય તે માટે ટોકન સીસ્ટમ સહીતની વ્યવસ્થા કરવા બીએલઓમાં માંગણી ઉઠી છે.

જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 9 નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચાર રવિવારના મતદાન મથકો પર મતદાર યાદીમાં નામ અને સરનામામાં સુધારા સહીતની કામગીરી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મતદાન મથકો પર આ કામગીરી માટે બીએલઓને ફરજ સોંપવામાં આવી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે છતાં પ્રથમ રવિવારે મતદાન મથકો પર સેનેટાઇઝરની સુવિધા જોવા મળી ન હતી તો સોશિયલ ડીસ્ટન્સ જાળવવા કોઇ સુરક્ષા કર્મીઓ ન હતાં. આટલું જ નહીં આ અંગેના સૂચનાત્મક બોર્ડનો પણ લગાવામાં આવ્યા ન હતાં. આથી મતદારો અને બીએલઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. એક મતદાન મથક પર બે થી પાંચ જેટલા બીએલઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કોરોનાના સંક્રમણ વચ્ચે બીએલઓ અને મતદારોની સલામતી જળવાય તે માટે સેનેટાઇઝર, સોશિયલ ડીસ્ટન્સની વ્યવસ્થા જળવાય તેમજ અન્ય કામગીરીની જેમ આ કામગીરી ઓનલાઇન કે ટોકન સીસ્ટમથી કરવા બીએલઓમાં માંગણી ઉઠી છે.

બે દિવસ પહેલા મિટીંગમાં કરાયેલી સેનેટાઇઝર સહિતની સુવિધાની રજૂઆતો પ્રત્યે અધિકારીઓ ઉદાસીન રહ્યા
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે મતદાન મથકો પર ખાસ ઝુંબેશ અંગે બે દિવસ પહેલાં મામલતદારની બીએલઓ સાથે ઓનલાઇન મીટીંગ યોજાઇ હતી. જેમાં બીએલઓએ મતદાન મથક પર સેનેટાઇઝર, સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે સુરક્ષા કર્મી સહીતની રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતો પ્રત્યે અધિકારીઓ ઉદાસીન રહેતા રવિવારે મતદાન મથકો પર સેનેટાઇઝર, સોશિયલ ડીસ્ટન્સની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો