રિપોર્ટ / સેમસંગના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’માં 15 વૉટનું ચાર્જિંગ મળશે

Samsung's Upcoming Foldable Smartphone 'Galaxy Z Flip' gets 15 Watt Charging

  • ‘ગેલેક્સી Z ફ્લિપ’નો મોડેલ નંબર SM-F700 છે
  • સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવી શકે છે

Divyabhaskar.com

Jan 16, 2020, 01:34 PM IST

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગ તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનને 11 ફેબ્રુઆરી સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનાર એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. ચાઈનીઝ ટેક ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાના એક રિપોર્ટ અનુસાર આ ફોનમાં 15 વૉટનું ચાર્જિંગ આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે ફોનનો મોડેલ નંબર SM-F700 છે.

અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોન 8K વીડિયો સપોર્ટ કરશે. ફોનમાં 6.7 ઈંચની ડિસ્પલે મળશે. આ રિપોર્ટ અનુસાર ફોનમાં 108MPનો

પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે.

ફોનનાં 5G વેરિઅન્ટને સૌ પ્રથમ દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં UTG (અલ્ટ્રા થિન ગ્લાસ) ડિસ્પ્લે મળશે. તેની સાઈઝ ગેલેક્સી ફોલ્ડ કરતાં 100માઇક્રોનથી 30માઇક્રોન સુધી પાતળી હોઈ શકે છે.

ટેક ટિપ્સર મેક્સે પણ આ ફોલ્ડેબલફોન વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેના રિપોર્ટ પ્રમાણે ‘ગેલેક્સી Z ફ્લિપ’ ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનની કિંમત $ 1000 (આશરે 70,900 રૂપિયા) હોઈ શકે છે.

X
Samsung's Upcoming Foldable Smartphone 'Galaxy Z Flip' gets 15 Watt Charging

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી