દિવાળી પાર્ટી / શાહરુખ ખાનની બહાદુરી પર સલમાને કહ્યું, હિરો વો હોતે હૈં, જો આગ મેં કૂદકર બચાતે હૈં

Salman praises Shah Rukh's act of saving Aishwarya Rai's manager

Divyabhaskar.com

Oct 31, 2019, 11:26 AM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી હાલમાં બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પાર્ટીમાં શાહરુખ ખાન રિયલ હિરો તરીકે ઉભરી આવ્યો છે. શાહરુખે ઐશ્વર્યા રાયની મેનેજર અર્ચના સદાનંદને પાર્ટીમાં આગથી બચાવી હતી અને તેને કારણે એક્ટર પોતે પણ દાઝી ગયો હતો. હવે, સલમાન ખાને શાહરુખ ખાનની પ્રશંસા કરી છે.

સલમાન ખાને વીડિયો શૅર કર્યો
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘હેપી ન્યૂ યર’નો એક સીન શૅર કર્યો છે, જેમાં શાહરુખ ખાનના કપડાંને આગ લાગે છે પરંતુ એક્ટરનો એકદમ બિંદાસ અંદાજ જોવા મળે છે. આ વીડિયોમાં સલમાન ખાન બેકગ્રાઉન્ડમાં કહે છે, ‘હિરો વો હોતા હૈં, જો આગ મેં કૂદ જાય, બુઝા કે, બચાતા હૈં’

@iamsrk

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

શું બન્યું હતું દિવાળીની રાત્રે?
સૂત્રોના મતે, રાતના ત્રણ વાગે આગનો બનાવ બન્યો હતો, આ સમયે પાર્ટીમાં બહુ જ ઓછા મહેમાનો હતો. અર્ચના દીકરી સાથે ગાર્ડનમાં હતી અને અચાનક જ તેનો લહેંગો આગમાં સપડાઈ ગયો હતો. આસપાસ ઉભેલા તમામ વ્યક્તિઓને તરત ખ્યાલ જ ના આવ્યો કે શું કરવું. આ સમયે શાહરુખ ખાન દોડીને આવ્યો હતો અને તેણે પોતાના જેકેટથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આગની જ્વાળાઓને કારણે શાહરુખ પણ દાઝી ગયો હતો. હાલમાં તે નાણાવટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે. ડોક્ટર્સના મતે, અર્ચનાના જમણાં પગ તથા બંને હાથ દાઝી ગયા છે.

સલમાનને વીડિયો પોસ્ટ કરતાં અનેકને નવાઈ લાગી
સલમાન ખાન તથા ઐશ્વર્યા રાય એક સમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પરંતુ ત્યારબાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું હતું. બ્રેક-અપ બાદથી સલમાન તથા ઐશ્વર્યા ક્યારેય એકબીજા સામે આવ્યા નથી અને તેમની વચ્ચે બોલવાના સંબંધો પણ રહ્યાં નથી. આ જ કારણથી સલમાને આ વીડિયો પોસ્ટ કરતાં અનેકને ચાહકોને નવાઈ લાગી છે.

શાહરુખ-સલમાને આ ફિલ્મમાં કામ કર્યું છે
શાહરુખ તથા સલમાને ફિલ્મ ‘કરન અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈં’, ‘હમ તુમ્હારે હૈં સનમ’, ‘હર દિલ જો પ્યાર કરેંગા’માં સાથે કામ કર્યું છે. આ ઉપરાંત સલમાન તથા શાહરુખ એકબીજાની ફિલ્મમાં કેમિયો પણ કરતાં હોય છે. ગયા વર્ષે શાહરુખની ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ એક્ટરે એક પણ નવી ફિલ્મ સાઈન કરી નથી. સલમાનની આ વર્ષે બીજી ફિલ્મ ‘દબંગ 3’ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ પહેલાં ઈદ પર સલમાનની ‘ભારત’ રિલીઝ થઈ હતી, જે સુપરહિટ રહી હતી.

X
Salman praises Shah Rukh's act of saving Aishwarya Rai's manager
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી