કન્ફર્મ / આવતા વર્ષે ઈદ પર સલમાન ખાનની એક્શન પેક્ડ ફિલ્મ ‘રાધે’ રિલીઝ થશે

Salman Khan's action packed film 'Radhe' will be released on Eid next year

Divyabhaskar.com

Oct 18, 2019, 07:02 PM IST

મુંબઈઃ સલમાન ખાનની ‘ઈન્શાઅલ્લાહ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મ શૂટિંગના ત્રણ દિવસ પહેલાં જ બંધ થઈ ગઈ હતી. ત્યારથી જ સલમાનના ચાહકો આતુરતાથી સલમાનની ઈદ પર કઈ ફિલ્મ રિલીઝ થશે, તેની રાહ જોતા હતાં. સલમાન ખાન તથા પ્રભુદેવા ત્રીજીવાર ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મોશન પોસ્ટરમાં ખ્યાલ આવે છે કે આ ફિલ્મ એક્શન પેક્ડ હશે. પ્રભુદેવા તથા સલમાને ‘વોન્ટેડ’ તથા ‘દબંગ 3’માં સાથે કામ કર્યું છે.

સલમાન ખાનને શૅર પોસ્ટર કર્યું
સલમાન ખાને સોશિયલ મીડિયામાં ‘રાધે’નું પોસ્ટર શૅર કર્યું છે. પોસ્ટર શૅર કરીને સલમાને પોસ્ટ કર્યું હતું, આપ હી ને પૂછા થા ‘દબંગ 3’ કે બાદ ક્યા? વોટ એન્ડ વેન? યે લો આન્સર, ઈદરાધેકી. ચર્ચા છે કે આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટનીને લેવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને ચાર નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

આ વર્ષે ડિસેમ્બરમાં ‘દબંગ 3’ રિલીઝ થશે
પ્રભુદેવાની ‘દબંગ 3’ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા ઉપરાંત સાંઈ માંજરેકર પણ છે.

X
Salman Khan's action packed film 'Radhe' will be released on Eid next year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી