વિરોધ / ‘બિગ બોસ’ને લઈ વિવાદ વકર્યો, યુઝર્સે શોને અશ્લીલ ગણાવીને પ્રતિબંધ મૂકવાની માગણી કરી

salman khan show 'Bigg Boss 13' accused of spreading obscenity, letter written to Union Minister for ban

Divyabhaskar.com

Oct 07, 2019, 03:55 PM IST

મુંબઈઃ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 13’ને શરૂ થયે માંડ અઠવાડિયું થયું છે અને શોને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે. આ શોને બંધ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ‘બિગ બોસ’ના ફોર્મેટને લઈ સવાલ કરવામાં આવી રહ્યાં છે. શોમાં અશ્લીલતા તથા લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

‘બિગ બોસ’એ શરમ નેવે મૂકી

‘બિગ બોસ’ના વિરોધમાં કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) કેન્દ્રીય માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જોવડેકરને એક પત્ર લખ્યો છે. પત્રમાં CAIT એ પ્રકાશ જાવડેકરને કલર્સ ટીવી પર ચાલતા આ શોને તરત જ બંધ કરવાની માગણી કરી છે, તેમના મતે, આ શોથી અશ્લીલતામાં વધારો થાય છે. ‘બિગ બોસ’એ દેશની પરંપરા, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોને ઠેસ પહોંચાડી છે. ટીઆરપી અને પૈસાની લાલચમાં ‘બિગ બોસ’ દ્વારા દેશની સામાજિક સમરસતાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થાના સેક્રેટરી જનરલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં ‘બિગ બોસ’માં ‘બેડ ફ્રેન્ડ ફોરએવર’ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટમાં યુવક-યુવતીઓ બાજુ-બાજુમાં સૂતા હોય છે. આ વાત જ નૈતિક મૂલ્યોને હાનિ પહોંચાડે છે. મેકર્સ એ વાત ભૂલી ગયા છે કે આ શો પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત કરવામાં આવે છે, આ સમય દરમિયાન તમામ ઉંમરના લોકો ટીવી જોતા હોય છે. નોંધનીય છે કે ‘બિગ બોસ’ સોમથી શુક્ર 10.30 તથા શનિ-રવિ નવ વાગે ટેલિકાસ્ટ થાય છે. ઉલ્લેખીય છે કે આ જ સંસ્થાએ વર્ષ 2017મા ‘બિગ બોસ’ તમિળનો પણ વિરોધ કર્યો હતો.

શોને લઈ હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા

અનેક સોશિયલ મીડિયા યુઝર્સ બોયકોટ_બિગબોસ તથા બોયકોટ_કલર્સ જેવા હેશટેગને ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. અનેક યુઝર્સે આ શોને લઈ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે તો કેટલાંક આ શોના ફની મીમ બનાવી રહ્યાં છે.

X
salman khan show 'Bigg Boss 13' accused of spreading obscenity, letter written to Union Minister for ban

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી