તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સલમાન ખાને પેઈન્ટિંગ બનાવ્યું, કહ્યું- આપણો પહેરવેશ સંસ્કૃતિની સૌથી સારી બાબત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સલમાન ખાન ‘રાધે’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. જોકે, કોરોનાવાઈરસને કારણે ફિલ્મના શૂટિંગ બંધ હોવાથી એક્ટર પોતાના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં છે. ઘરમાં સલમાન ખાન પોતાનો પેઈન્ટિંગ શોખ પૂરો કરી રહ્યો છે. સલમાને સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. સલમાને સ્ત્રી તથા પુરુષનો સ્કેચ બનાવ્યો હતો. 
સલમાન ખાને સ્ત્રી તથા પુરુષ બંનેને બ્લેક રંગથી રંગ્યા છે. તેણે બંનેના ચહેરા કવર કરી રાખ્યા છે. મહિલાનો ચહેરો અડધો ઢંકાયેલો છો. સ્કેચ બનાવતા પહેલાં સલમાન ખાન કહે છે કે આપણે જે રીતે કપડાં પહેરીએ છીએ તે આપણી સંસ્કૃતિની સૌથી મોટી દેન છે. સલમાનની આ વાત પરથી માનવામાં આવે છે કે એક્ટર ચાહકોને ગ્લોવ્સ તથા માસ્ક પહેરીને સાવચેતી રાખવાનું કહી રહ્યો છે. 

સલમાન જ્યારે સ્કેચ બનાવે છે ત્યારે રીતિક રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’નું ટાઈટલ સોંગ ગાતો જોવા મળે છે. ચાહકોએ આ વીડિયોને લઈ રિએક્શન આપ્યા છે અને સલમાનની પેઈન્ટિંગ સ્કિલના વખાણ કર્યાં છે.  નોંધનીય છે કે ઈદ પર એટલે કે 22 મેના રોજ સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિશા પટની જેકી શ્રોફ, રણદીપ હુડા જેવા કલાકારો છે. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે.  કોરોનાવાઈરસને કારણે પ્રોડ્યૂસર્સ ગિલ્ડે તમામ ફિલ્મ તથા ટીવી શોનું શૂટિંગ 31 માર્ચ સુધી પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું છે. બોલિવૂડના સેલેબ્સ ઘરમાં જ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. 

વાંચોઃ ઘરમાં કેવી રીતે સેલેબ્સ સમય પસાર કરી રહ્યાં છે?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો