કોરોના ઈફેક્ટ / મુંબઈમાં સલમાન-દિશાની ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પોસ્ટપોન કરવામાં ન આવ્યું, અઝરબૈજાનમાં શિડ્યુઅલ કેન્સલ થયું

Salman-Disha film 'Radhe' shooting in Mumbai was not postponed, schedules canceled in Azerbaijan

દિવ્ય ભાસ્કર

Mar 14, 2020, 05:00 PM IST

બોલિવૂડ ડેસ્કઃ કોરોના વાઈરસના વધતા જતા કેસને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા સેલેબ્સે પોતાની વિદેશ ટૂર કેન્સલ કરી છે તો ઘણી ફિલ્મોનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. પરંતુ મુંબઈ મિરરમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સલમાન ખાન અને દિશા પટણી અભિનિત ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેટ ભાઈ’નું મુંબઈમાં શૂટિંગ પોસ્ટપોન કરવામાં નથી આવ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોનું ફિલ્મના સેટ પર પાલન કરવામાં આવી રહ્યું છે અને શૂટિંગમાં સાવધાની રાખવામાં આવી રહી છે. મુંબઈમાં ફિલ્મનું છેલ્લુ શિડ્યુઅલ શૂટ થઈ રહ્યું છે. ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ મુંબઈ અને ગોવામાં કરવામાં આવ્યું છે. મુંબઈ શિડ્યુઅલમાં કેટલાંક પેચવર્ક ઉપરાંત સલમાન અને દિશા પર એક ગીત ફિલ્માવવામાં આવશે.

અઝરબૈજાનમાં શૂટિંગ નથી થયું: અગાઉ ફિલ્મનું એક શિડ્યુઅલ અઝરબૈજાનની રાજધાની બાકુમાં રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાઈરસના કારણે અહીં શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું. તાજેતરના રિપોર્ટમાં યુનિટના એક સભ્યના જણાવ્યા પ્રમાણે, ‘કોરોના વાઈરસના કારણે યુનિટની સાથે વિદેશ જવાનું જોખમી સાબિત થઈ શકે છે.’ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતુ કે, ક્રૂના કેટલાક સભ્યો શૂટિંગની તૈયારી માટે બાકુ પહોંચ્યા હતા, જેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.

ઈદ પર રિલીઝ થશે ફિલ્મઃ ‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. સલમાન અને દિશા આ ફિલ્મ માટે બીજી વખત સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંનેએ ‘ભારત’માં સાથે કામ કર્યું હતુ. સલમાન ખાન, તેનો ભાઈ સોહેલ ખાન અને બનેવી અતુલ અગ્નિહોત્રી સાથે મળીને ફિલ્મને સલમાન ખાન પ્રોડક્શન, સોહેલ ખાન પ્રોડક્શન અને રિયલ લાઈફ પ્રોડક્શન બેનર્સ હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મ આ વર્ષે ઈદ વખતે રિલીઝ થશે.

X
Salman-Disha film 'Radhe' shooting in Mumbai was not postponed, schedules canceled in Azerbaijan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી