લોકડાઉનમાં મહેસાણામાં રોજ 1 લાખથી વધુ દૂધની થેલીનું વેચાણ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  •  દૂધ વિતરણ કેન્દ્રોથી રોજ 50 હજાર લિટર દૂધનું વેચાણ

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:47 PM IST

મહેસાણા: શહેરમાં લોકડાઉન દરમ્યાન જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓમાં દૂધસાગર ડેરીની મંડળીઓની ડેરી સુધી રાબેતા મુજબ દૂધ સપ્લાય જળવાઇ રહ્યો છે.જેમાં શહેરમાં સહયોગના અમૂલ સેન્ટરો તેમજ દૂધ વિતરણ કેન્દ્રોથી આ સમયગાળામાં રોજ સરેરાશ 50000 લીટર દૂધ વેચાણ થઇ રહ્યુ છે. મહેસાણા શહેરમાં સહયોગના સેન્ટરો તેમજ વહેલી સવારે દૂધ વિતરણના 60 કેન્દ્રોથી 500 ગ્રામના દૂધ પાઉચનું વિતરણ રાબેતા મુજબ ચાલુ રહ્યુ છે.

રાબેતા મુજબ દૂધ પુરવઠો સપ્લાયમાં આવી રહ્યો છે

જોકે,સહયોગના સેન્ટરો ઉપર મંગળવારે 49800 લીટર દૂધ વિતરણ થયુ હતું, જે વધીને બુધવારે 51000 લીટર દૂધ (એક લાખ દૂધની થેલી)નું વિતરણ થયુ હતું.  આ અંગે સહયોગ સેન્ટરના સુત્રોએ કહ્યુ કે, શહેરમાં લોકડાઉનથી દૂધ ખરીદ-વેચાણમાં કોઇ અસર નથી, રાબેતા મુજબ દૂધ પુરવઠો સપ્લાયમાં આવી રહ્યો છે અને કેન્દ્રોથી વેચાણ ચાલુ છે જેમાં રોજીદી સામાન્યરીતે 1000 થી 1500 લીટર વેચાણમાં વધઘટ રહેતી હોય છે.જેથી લોકોને  પણ આંશિક રાહત રહી શકે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી