મોડાસા / સાયરા અપમૃત્યુ કેસ: SIT ની ટીમે 7 સાક્ષીઓને ડિસ્ટ્રિકટ કોર્ટમાં રજૂ કર્યા

Saira death case: SIT team presents 7 witnesses in district court

  • IPC 164 મુજબ તમામ સાક્ષીઓના ગુપ્ત નિવેદન  લેવાયાં

Divyabhaskar.com

Feb 27, 2020, 09:16 AM IST
મોડાસાઃ મોડાસાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ કેસની તપાસ પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમને સોંપી હતી. બહુ ચર્ચિત કેસમાં બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે SIT દ્વારા 7 સાક્ષીઓને મોડાસા ડીસ્ટ્રીકટ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. અને તમામ સાક્ષીઓના IPC કલમ 164 મુજબ ગુપ્ત રાહે નિવેદનો પણ લેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, સાયરાની ઘટના બાદ સ્થાનિક પોલિસ પાસેથી તપાસ લીધા બાદ, 19 જાન્યુઆરીથી CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના વડપણ હેઠળ એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમે મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો હતો. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કર્યા બાદ મોડાસાની કોર્ટમાં મોકલાયા છે, જો કે હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.
સાયરા અપમૃત્યુ કેસનો ટુક સમયમાં ભેદ ઉકેલાઈ જશે
SIT ના વડા ગૌતમ પરમારે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે 7 સાક્ષીઓને ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરી IPC 164 મુજબ સાક્ષીઓના ગુપ્ત નિવેદન લેવાયા હતા સમગ્ર કેસ અંગે કોન્ક્રીટ પુરાવા મેળવવા તજવીજ ચાલુ છે હજુ પણ કેટલીક મહત્વની ખૂટતી કડીઓ પ્રાપ્ત કરી વધુમાં વધુ 15 દિવસમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યું હતું.
X
Saira death case: SIT team presents 7 witnesses in district court

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી