ટ્રેલર / ‘લાલ કપ્તાન’ના ટ્રેલરમાં સૈફ અલી ખાનનો ભયાવહ લુક જોવા મળ્યો

Saif Ali Khan's desperate look was found in the trailer of Laal Kaptaan

Divyabhaskar.com

Sep 24, 2019, 02:21 PM IST

મુંબઈઃ સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. નવદિપ સિંહની આ ફિલ્મમાં સૈફ અલી ખાને નાગા સાધુનો રોલ પ્લે કર્યો છે, જે બદલો લેવા માગે છે.

ટ્રેલરમાં શું છે?
ટ્રેલરની શરૂઆત સૈફ અલી ખાનના વોઈસ-ઓવરથી થાય છે. તેણે પોતાની પર રાખ નાખેલી છે અને તે જીવન-મૃત્યુ અંગે વાત કરે છે, ‘આદમી કે પૈદા હોતે હી કાલ અપને ભેંસ પે ચલ પડતા હૈં... ઉસે બાપિસ લિબાને...’ સૈફ અલી ખાન હિંદુ ધર્મના કાળના દેવતા યમરાજના સંદર્ભે વાત કરતો હોય છે. ટ્રેલરમાં સોનાક્ષી સિંહાનો અવાજ પણ સાંભળવા પડે છે.

સૈફના લુકની તુલના જેક સ્પ્રો સાથે થઈ
સૈફના ‘લાલ કપ્તાન’ના લુકની તુલના જ્હોની ડેપની ફિલ્મ ‘ધ પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ના જેક સ્પ્રો સાથે કરવામાં આવી છે. સૈફને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેને વિશ્વાસ નથી કે જેક સ્પ્રો સાથે તેનો લુક મળતો આવે છે. કિઆન રાજ (કરિશ્માનો દીકરો) તથા ઈબ્રાહિમ (સૈફની દીકરો) એ જ્યારે ‘લાલ કપ્તાન’માં તેના લુકની તસવીરો જોઈ ત્યારે બંને એમ જ બોલ્યા હતાં કે આ જેક સ્પ્રો છે. વધુમાં સૈફે કહ્યું હતું કે જેકેટને કારણે કદાચ લુક મળતો આવે છે. જ્યારે તે આ ફિલ્મનું શૂટિંગ કરતો હતો ત્યારે તેને આ વાતનો ખ્યાલ જ નહોતો. આ પહેલાં સૈફ અલી ખાને કહ્યું હતું, ‘આ ફિલ્મમાં હું એક બદલાખોર નાગા સાધુનો રોલ ભજવ્યો છે. નાગા સાધુએ એક બ્રિટિશ સોલ્જરને મારી નાખ્યો હોય છે. કૂલ દેખાવા માટે નાગા સાધુ માથા પર સ્કાર્ફ બાંધી રાખે છે.’ વધુમાં સૈફે જણાવ્યું હતું, ‘મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો. આ ગેટ અપ સાથે શૂટિંગમાં જવાનું મારા માટે જાણે રોજ યુદ્ધમાં જવા બરાબર હતું. ફિલ્મનું શૂટિંગ કાદવ-કીચડમાં અને ખરા તડકામાં થયું હતું.’

18 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે
‘લાલ કપ્તાન’ને પ્રોડ્યૂસર આનંદ એલ રાય તથા ઈરોઝ ઈન્ટરનેશનલે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થશે.

X
Saif Ali Khan's desperate look was found in the trailer of Laal Kaptaan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી