Divyabhaskar.com
Oct 02, 2019, 06:49 PM ISTમુંબઈઃ સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’નું ત્રીજું અને ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સૈફ અલી ખાન લોહી તરસ્યો જોવા મળે છે અને તે પોતાનો બદલો પૂરો કરવા માટે આગળ વધે છે.
સોનાક્ષી સિંહા, દીપક ડોબરિયાલ તથા ઝોયા હુસૈનના લુક બાદ હવે આ ત્રીજા ટ્રેલરમાં રેહમત ખાન (માનવ વીજ) તથા સૈફ અલી ખાન વચ્ચેની દુશ્મની જોવા મળે છે. સૈફના ચહેરા પર લોહી છે અને તેના શરીર પર પુષ્કળ ઈજા થયેલી છે.
ટ્રેલર પહેલાં એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સૈફ અલી ખાન મોટી જટા સાથે જોવા મળ્યો હતો અને હાથમાં બંદૂક લઈને ફાઈટ સીન કરે છે. આ ફિલ્મના સંવાદો પણ સારો છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ સારા સંવાદો સાંભળવા મળે છે.
ફિલ્મના ઘણાં પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા છે અને ચાહકોને પસંદ આવ્યા છે. આ ફિલ્મને નવદીપ સિંહે ડિરેક્ટ કરી છે અને સુનિલ લુલ્લા તથા આનંદ એલ રાયે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.