તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અપહરણ:ફતેપુરામાં સામાન લેવા ગયેલી સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ

સુખસર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ 3 માસ બાદ ઝાલોદના યુવક સામે ફરિયાદ નોંધાવી
  • ઢાઢીયાનો કલ્પેશ સુરસીંગ ડામોરે સગીરાનું અપહરણ કર્યું

ફતેપુરા તાલુકાના એક ગામની 15 વર્ષ અને 5 મહિનાની સગીરા તા.17 જુલાઇના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલી દુકાને સામાન લેવા ગઇ હતી. તે દરમિયાન ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામનો કલ્પેશ સુરસીંગ ડામોર સગીરાને પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવામાં માટે અપહરણ કરી લઇ ગયો હતો. દુકાને સામાન લેવા ગયેલી પુત્રી ઘરે મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન ઝાલોદ તાલુકાનો કલ્પેશ ડામોર સગીરાનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પંચના માણસો લઇને સગીરાના પિતા કલ્પેશના ઘરે જઇ તેના મોટા ભાઇ મહેશને વાત કરતાં તેણે જણાવ્યું હતું કે કલ્પેશ સગીરાને પત્ની તરીકે રાખવા લાવેલ છે અને બહાર ગામ જતા રહ્યા છે બન્નેની શોધખોળ કરી છોકરી સોંપી દેવાની વાત કરી હતી પરંતુ આજદિન સુધી છોકરી સોંપી નથી. જેથી સગીરાના પિતાએ કલ્પેશ ડામોર વિરૂદ્ધ સુખસર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો