ખેડા / PMના બચાવમાં સાધ્વી ઋતુંભરા મેદાનમાં, નરેન્દ્ર મોદીને લસણ ડુંગળીના ભાવો સસ્તા કરવા વડાપ્રધાન નથી બનાવાયા

  • ક્યાંક મોંઘવારી ને લઈ ને તો ક્યાંક કલમ 370 અને CAA અને NRC ને વિરોધ વંટોળ ચાલ્યો છે
  • ઋતુંભરાદેવીજીએ નરેન્દ્ર મોદીને આંચ ન આવવી જોઈએ તેવો લોકસંદેશ વહેતો કરતા રાજકીય માહોલ ગરમાયો

Divyabhaskar.com

Jan 24, 2020, 10:05 PM IST
ડાકોર: મોદીને લસણ ડુંગળીના ભાવો નિયંત્રિત કરવા માટે નહીં પણ ભારતને ભારત બનાવવા પ્રધાનમંત્રી બનાવ્યા છે. ભારતવાસી સૌ રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં લાગે તેવો સંદેશ ખેડાના જિલ્લાના મહિસા ગામે વાત્સલ્ય ગ્રામ ખાતે સવિંદ ગુરુકુલમના ઉદ્ઘાટન સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પૂ.દીદી માં ના હુલામણા નામથી જાણીતા તેજતરાર સાધ્વી ઋતુંભરાજીએ કહ્યા છે.
સાધ્વી ઋતુભંરાએ શું કહ્યું?
સાધ્વી ઋતુભંરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું હતું કે, મારો સંદેશ સૌ સુધી પહોંચાડી દો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાનને બનાવ્યા છે, તે અમારા રાજા છે. તેઓ નેતૃત્વ કરી રહ્યા છે દેશનું. દેશવાસીઓએ સમજવું જોઈએ કે લસણ ડુંગળી સસ્તું કરવા માટેપ્રધાનમંત્રી નથી બનાવાયા. તેઓ ભારતને ભારત બનાવી રાખવા માટે પ્રધાનમંત્રી થયા છે. એકસંપ થઈને સંગઠિતને એકમતિ એકગતિ રાષ્ટ્રના નિર્માણમાં લાગ્યા રહો.
દેશભરમાં સરકાર સામે વિરોધનો વંટોળ
ભારતમાં હાલ મોદી વિરોધી લહેર ચાલે છે. ક્યાંક મોંઘવારી ને લઈ ને તો ક્યાંક કલમ 370 અને CAA અને NRC ને વિરોધ વંટોળ ચાલ્યો છે. ભાજપ સરકાર અને સંગઠન પણ નવા વિપક્ષી સમીકરણો અને કાર્યક્રમોનો સામનો કરવામાં નિષ્ફળ જણાઈ રહ્યા છે. ત્યારે રામ મંદિર આંદોલનથી હિન્દુ હૃદયમાં અગ્રીમ સ્થાન પામેલા સાધ્વી ઋતુંભરાદેવીજીએ ફરી ભાજપ અને તેમાં પણ નરેન્દ્ર મોદીને આંચ ન આવવી જોઈએ તેવો લોકસંદેશ વહેતો કરી રાજકીય માહોલ ગરમ કર્યો છે. તેમણે મોદી જ ભારતને સાંસ્કૃતિક ગરીમાથી પૂર્ણ ભારત બનાવી શકે છે તેવો નિર્ધાર વ્યક્ત કરી વિપક્ષી પાર્ટીઓના આરોપો અને આક્ષેપોને તાણાવાણા તોડવા મેદાને પડ્યા હોવાનું પ્રદર્શિત થઈ રહ્યું છે.
(તસવીર અને માહિતી: તેજસ શાહ, ડાકોર)
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી