મહારાષ્ટ્ર / સચિનની સુરક્ષા ઘટાડી, આદિત્ય ઠાકરેને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા

સચિન તેન્ડુલકર અને આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર.
સચિન તેન્ડુલકર અને આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર.

  • મહારાષ્ટ્ર સરકારે અણ્ણા હજારેની સુરક્ષામાં વધારો

Divyabhaskar.com

Dec 26, 2019, 02:04 AM IST

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ક્રિકેટર અને સચિન તેન્ડુલકરની સુરક્ષા ઘટાડી દીધી છે. શિવસેનાના આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારી છે. સચિનને એક્સ શ્રેણીની સુરક્ષા મળતી હતી. ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્યને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળતી હતી, હવે ઝેડ કેટેગરીની મળશે. તે હેઠળ મોબાઇલ સિક્યોરિટી હેઠળ છ ગનમેન તહેનાત રહેશે અને બે ગનમેન ઘરની સુરક્ષા કરશે.
અણ્ણા હજારેની સુરક્ષા વાયપ્લસથી વધારીને ઝેડપ્લસ કેટેગરીની કરાઈ

એનસીપી પ્રમુખ શરદ પવારને ઝેડ પ્લસ અને અજિત પવારને ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી રહેશે. સામાજિક કાર્યકર અણ્ણા હજારેની સુરક્ષા વાયપ્લસથી વધારીને ઝેડપ્લસ કેટેગરીની કરાઈ છે. પ્રસિદ્ધ વકીલ ઉજ્જવલ નિકમની પણ સુરક્ષા ઝેડપ્લસથી ઘટાડી વાય કેટેગરીની સુરક્ષા મળશે.

X
સચિન તેન્ડુલકર અને આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર.સચિન તેન્ડુલકર અને આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી