રિએક્શન / ‘સાંડ કી આંખ’માં ભૂમિ-તાપસીને જોઈને નીના ગુપ્તાએ કહ્યું, અમારી ઉંમરના રોલ તો અમારી પાસે કરાવો

Saand Ki Aankh, neena gupta talked about bhumi pednekar and taapsee

Divyabhaskar.com

Sep 24, 2019, 06:13 PM IST

મુંબઈઃ તાપસી પન્નુ તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’નું ટ્રેલર સોમવારે (23 સપ્ટેમ્બર) રિલીઝ કરવામાં આવ્યું હતું. બંને એક્ટ્રેસિસે શૂટર દાદી ચંદ્રો તથા પ્રકાશી તોમરનો રોલ પ્લે કર્યો છે, જેમણે 60 વર્ષ પૂરા થયા બાદ શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જોકે, નીના ગુપ્તાએ ટ્વિટર પર ફિલ્મને લઈ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તુષાર હિરાનંદાનીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.

અમારી ઉંમરના રોલ તો અમને કરવા દોઃ નીના ગુપ્તા
એક ટ્વિટર યુઝરે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લખ્યું હતું, ‘હું ભૂમિ તથા તાપસીને ઘણો જ પસંદ કરું છું પરંતુ મને લાગ છે કે આ પાત્રો માટે જૂની એક્ટ્રેસિસને કાસ્ટ કરવાની જરૂર હતી. શું તમે આ રોલમાં નીના ગુપ્તા, શબાના આઝમી કે પછી જયા બચ્ચનની કલ્પના કરી શકો છો?’ આ ટ્વીટ પર રિએક્ટ કરતાં નીનાએ કહ્યું હતું, ‘હા, હું આ અંગે વિચારતી હતી કે અમારી ઉંમરના રોલ તો અમારી પાસે કરાવો...’

પછી સ્પષ્ટતા કરી
નીના ગુપ્તાએ પછી ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને આ ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું છે અને બંને એક્ટ્રેસિસ પ્રત્યે માન છે. તેઓ ફિલ્મ તથા અનુરાગ કશ્યપને શુભેચ્છા પાઠવે છે. તેમનો પણ સમય આવશે.

ભૂમિએ ચંદ્રો તોમરનો રોલ પ્લે કર્યો છે
ભૂમિએ શૂટર દાદીના નામથી લોકપ્રિય ચંદ્રો તોમરનો રોલ પ્લે કર્યો છે. 86 વર્ષીય ચંદ્રો તોમર યુપીના બાગપત જિલ્લાના જોહરી ગામમાં રહે છે. ચંદ્રો તોમરને છ બાળકો તથા 15 પૌત્ર-પૌત્રીઓ છે. આમાંથી એક પૌત્રી શૈફાલીને ચંદ્રો ડો. રાજપાલની શૂટિંગ એકેડેમીમાં લઈ ગયા હતાં. અહીંયા ત્રણ દિવસ સુધી શૈફાલી શૂટિંગ પ્રેક્ટિસ કરતી હતી. આ જોઈને ચંદ્રોએ ગન લોડ કરીને નિશાન લગાવ્યું હતું. ચંદ્રોનું નિશાન જોઈને એકેડેમીના ટ્રેનરે તેમને શૂટિંગ પ્રેક્ટિસ શરૂ કરવાની વાત કરી હતી. ચંદ્રો, દુનિયાના સૌથી વૃદ્ધ શૂટર છે.

ચંદ્રોની નણંદ પ્રકાશીના રોલમાં તાપસી પન્નુ
ચંદ્રોની નણંદ પ્રકાશીના રોલમાં તાપસી પન્નુ છે. 81 વર્ષીય પ્રકાશીએ ભાભી ચંદ્રોને જોઈને શૂટિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 65 વર્ષની ઉંમરમાં શૂટિંગ પ્રેક્ટિસ શરૂ કર્યાં બાદ ચંદ્રો તથા પ્રકાશીએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેમણે 25 નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તમામ ટૂર્નામેન્ટ જીતી છે. શરૂઆતના દિવસમાં ચંદ્રો રાત્રે પ્રેક્ટિસ કરતાં.

X
Saand Ki Aankh, neena gupta talked about bhumi pednekar and taapsee

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી